ટીવી જગત માટે ગઈકાલનો દિવસ ખુબ જ ખરાબ રહ્યો. ઘણી બધી ફિલ્મો અને ટીવી ધારાવાહિકોમાં કામ કરી અને આગવી નામના મેળવી ચૂકેલા પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામનું ગઈકાલે રવિવારના રોજ નિધન થયું હતું.
અનુપમ શ્યામ એક સપ્તાહ પહેલા ગંભીર હાલતમાં મુંબઈ શહેરના ગોરગાંવ વિસ્તારની લાઈફલાઈન અસ્પતાલમાં એડમિટ કર્યા હતા પછી મોડી રાત્રે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે 63 વર્ષના અનુપમ શ્યામ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.
હોસ્પિટલમાં સાથે જ રહેલા ફેમસ એક્ટર અને અનુપમ શ્યામ ઓઝાના મિત્ર યશપાલ શર્માએ મીડિયાને અનુપમ શ્યામના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું, “થોડા સમય પહેલા જ અનુપમજીનું મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત્યુ થયું હતું. તેઓ કિડનીની સમસ્યા સામે લાંબા સમયથી પીડાઈ રહ્યા હતા.”
ત્યારે આજે હવે અભિનેતા અનુપમ શ્યામની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ઘન સેલેબ્રિટીઓ આવી પહોંચ્યા હતા. જ્યાંથી ઘણી બધી તસવીરો સામે આવી છે. આ દરમિયાન અભિનેતા સંજય શર્મા, યશપાલ શર્મા અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા.
અનુપમ શ્યામની અંતિમ વિધિ આજે સોમવારના રોજ ગોરેગાંવ સ્થિત શિવધામ ક્રિમેટોરીયમમાં પરિવાર અને નજીકના સાગા સંબંધીઓની હાજરીમાં કરવામાં આવી. આ દરમિયાન બૉલીવુડથી લઈને ટીવી જગ્યતાના ઘણા સિતારો અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.
રિપૉર્ટ્સ અનુસાર દિગ્ગજ એક્ટર અનુપમ શ્યામ સ્ટાર ભારતના શૉ પ્રતિજ્ઞાની બીજી સીઝનનું શૂટિંગ કરી રહ્યા હતા. પરંતુ તેમણે પહેલાથી જ બીમારીએ જકડી રાખ્યા હતા. મુંબઇના લાઇફ લાઇન અસ્પતાલમાં તેઓ ઈલાજ કરાવી રહ્યા હતા. કેટલાય ઑર્ગન ફેલ થવાને લીધે નિધન થયું.
લગભગ રાતે 8 વાગ્યે એક્ટરે અંતિમ શ્વાસ લીધા. ડિરેક્ટર અર્જુન પંડિત અને અભિનેતા મનોજ જોશીએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ એક્ટર અનુપમ શ્યામે દસ્તક, હજાર ચોરાસી કી મા, દુશ્મન, દિલ સે, સત્યા, ઝખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, જિજ્ઞાસા, રાજ, વેલડન, અબ્બા, વૉન્ટેડ, શક્તિ, પાપ, કજરારે અને મુન્ના માઇકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
View this post on Instagram
અનુપમ શ્યામના છેલ્લા સમયની પણ કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકો પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અનુપમ શ્યામ છેલ્લા 27 વર્ષથી ફિલ્મો અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હતા.