ખબર

વિડીયો: સાત સમુન્દર પાર અમેરિકામાં બેઠા બેઠા અનુપમ ખેરનું છલકાયું દર્દ, સુષમાજીના નિધન પર કહી આ વાત

બીજેપી નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયનો હુમલો આવવાને લીધે 67 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે.તેની તબિયત આગળના અમુક સમયથી ઠીક ન હતી.દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.સુષમા સ્વરાજજીના નિધનની ખબર અભિનેતા અનુપમ ખેરને મળતા જ તે પણ દુઃખમાં આવી ગયા છે અને તેમણે સુષમાજીને શ્રદ્ધાંજલિ આપતા પોતાની ભાવના વ્યક્ત કરી છે.અનુપમ ખેરે ટ્વીટર પર ભાવુક વિડીયો પણ શેર કર્યો છે.

Image Source

અનુપમ ખેરે કહ્યું કે,”સૌથી સારા વ્યક્તિઓમાંના એક અને સૌથી ઈમાનદાર,જબરદસ્ત નેતાઓમાંના એક સુષમા સ્વરાજજીના નિધનની ખબર મળતા જ મને દુઃખ થયું છે.હું લાઈવ વિડીયો કરી રહ્યો છું કેમ કે મારે આ ખબર ફૈન્સ સાથે શેર કરવી હતી, હું હાલ ન્યુયોર્કમાં એક કૈબમાં છું અને હાલમાં જ આ ખબર વિશે જાણ થતા જ હું તેને સહન ના કરી શક્યો”.

 

View this post on Instagram

 

#DrVijayKapoor from #Newamsterdam 🙏😍 @nbcnewamsterdam

A post shared by Anupam Kher (@anupampkher) on

અનુપમજીએ આગળ કહ્યું કે,”આ એકદમ ગંભીર ખબર છે.મારી પાસે તેની સાથે જોડાયેલી ઘણી યાદો છે.તે,તે બધા શાનદાર વક્તાઓમાન એક હતા જેને હું મળ્યો છું.મેં તેની સાથે ખુબ સારો સમય વિતાવ્યો છે.હું આગળની વખતે શપથ ગ્રહણ સમારોહમાં તેને મળ્યો હતો અને તેમણે કહ્યું હતું કે અનુપમ તમે સારું કામ કરી રહયા છો, મળવા માટે આવો. પછી હું તેને મળવા માટે ગયો હતો. આ ખુબ જ દુઃખદ સમાચાર છે”.

Image Source

અનુપમ આગળ કહે છે કે,”મને તેની સાથે વાત કરવા માટેના ઘણા મૌકાઓ મળ્યા હતા.તે એકદમ સકારાત્મક વ્યક્તિ હતા.હું ખુબ જ દૂર છું આપણા દેશથી અને અત્યારે કોઈ ભારતીય સાથે પણ નથી,મને લાગ્યું કે મારે તમારા બધા સાથે વાત કરવી જોઈએ,ૐ શાંતિ”.

અનુપમ સુષમા સ્વરાજની વાતો કરતા કરતા ખુબ જ ભાવુક થઇ જાય છે અને તેની આંખો આંસુથી ભરાઈ આવે છે.જણાવી દઈએ કે અનુપમજીના સિવાય અદનાન સામી પણ આ ઘટનાથી ખુબ દુઃખી છે. અદનાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કહ્યું કે,”હું અને મારો પરિવાર ખુબ દુઃખમાં છીએ અને સુષમાજીના નિધન પર જાણે કે વિશ્વાશ જ નથી થઇ રહ્યો.આ સિવાય જાવેદ અખ્તર,શબાના આઝમી,અનુષ્કા શર્મા, રિતેશ દેશમુખ,અર્જુન કપૂર, પરિનીતિ ચોપરા સુધીના કલાકારો આ દિગ્ગ્જ બીજેપી નેતાને શ્રધ્ધાંજલિ આપી ચુક્યા છે.

જુઓ અનુપમ ખેરનો ભાવયુક વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.