આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ દુઃખદ દિવસ સાબિત થયો. ગઈકાલે આખા દેશે હોળીના તહેવારની ઉજવણી કર્યા બાદ વહેલી સવારે જ એક દુઃખદ ખબર સામે આવી. જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ખ્યાતનામ ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું નિધન થયું. તેમના નિધનની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા તેમના મિત્ર અને દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે આપી હતી. જેના બાદ ઇન્ડસ્ટ્રી અને સમગ્ર દેશમાં શોકનો માહોલ ફરી વળ્યો.
સતીશ કૌશિકનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું. તેમનો મૃતદેહ ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ મુંબઈ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અશોક પંડિતે જણાવ્યું કે સતીશ કૌશિક પોતાના મિત્રો સાથે હોળી મનાવવા દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમની તબિયત બગડી હતી. કંગના રનૌત, અજય દેવગન, રિચા ચઢ્ઢા, રિતેશ દેશમુખ સહિત અન્ય કલાકારોએ ટ્વિટ કરીને સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ નોંધવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ સતીશ કૌશિકના મોતની તપાસ કરશે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે જે ફાર્મહાઉસમાં સતીશ કૌશિકની તબિયત લથડી હતી, ત્યાં તે ક્યારે પહોંચ્યા હતા. આ સાથે પોલીસ તે લોકો સાથે પણ વાત કરશે જેઓ તેમને હોસ્પિટલ લઈ આવ્યા હતા.
સતીશ કૌશિકના મૃતદેહને બપોરે 3 વાગ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નીના ગુપ્તા અને અનુપમ ખેર હજી પણ વિશ્વાસ કરી શકતા નથી કે તેમના પ્રિય મિત્ર હવે નથી. મીડિયા સાથે વાત કરતી વખતે તે પોતાના આંસુ પર કાબુ ન રાખી શક્યો અને કહ્યું કે આ સમાચારથી તે ખૂબ જ આઘાતમાં છે.
View this post on Instagram
અભિનેતા અનુપમ ખેરે PTI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “દિલ્હીમાં સતીષ કૌશિક પોતાના મિત્રના ઘરે હતા અને અહીંયા તેમણે બેચેનીની ફરિયાદ કરી હતી. જેના બાદ તેમણે ડ્રાઇવરને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. અંદાજે એક વાગ્યાની આસપાસ હોસ્પિટલ જતા રસ્તામાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો.”
View this post on Instagram