મનોરંજન

Birthday Special: અનુપમ ખેર કિરણ ખેરના પ્રેમમાં એટલા પાગલ થઇ ગયા હતા કે પત્નીથી અલગ થઈને કર્યા હતા બીજા લગ્ન

હિન્દી સિનેમાનાના બહેતરીન અને દિગ્ગ્જ કલાકારો પૈકી એક અનુપમ ખેર આજે તેનો 65મોં જન્મદિવસ મનાવી રહ્યા છે. 28 વર્ષની ઉંમરમાં અનુપમ ખેરે કરિયરની શરૂઆત કરી હતી. 36 વર્ષ શાનદાર કરિયરમાં અનુપ ખેરે 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અનુપમ ખેરે ક્યારેક પિતાની ભૂમિકામાં તો કયારેક પોલીસની ભૂમિકામાં તો ક્યારેક વિલેન બનીને હીરોનો માર ખાતા પણ નજરે ચડે છે. અનુપ ખેરની ફિલ્મી લાઈફને લઈને ઘણા લોકો જાણે છે. પરંતુ અનુપમ ખેરની પર્સનલ લાઈફ પણ ઘણી પ્રસિદ્ધ છે.

Image Source

અનુપમ ખેરની પત્ની કિરણ ખેર વિષે તો બધા જાણે છે. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે, અનુપમ ખેરે 2 લગ્ન કર્યા છે. 1992માં અનુપમ ખેરના જીવન પર પ્રસારિત થયેલી એક મેગેઝીનના આર્ટિકલમાં જણાવ્યા અનુસાર, અનુપમના પહેલી પત્નીનું નામ મધુમાલતી હતું. લગ્નના થોડા સમયમાં અનુપમ અને મધુમાલતીના અંગત સંબંધમાં તિરાડ આવી ગઈ હતી. આ કારણે બંને અલગ થઇ ગયા હતા. 1985માં અનુપમ ખેરે એક્ટ્રેસ કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

અનુપમ ખેર અને કિરણની પહેલી મુલાકાત ચંદીગઢમાં થઇ હતી. બંને એક જ થીએટરમાં એક્ટિંગ કરતા હતા. કામ દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ હતી. કિરણ ફિલ્મોમાં કામની તલાશ માટે 1980માં મુંબઈ પહોંચી હતી. આ દરમિયાન કિરણને ગૌતમ બેરી સાથે પ્રેમ થઇ ગયો હતો. અને બંનેએ લગ્ન પણ કરી લીધા હતા, થોડા સમય બાદ કિરણે દીકરા સિંકંદરને જન્મ આપ્યો હતો. બાદ થોડા સમય બાદ બંને અલગ થઇ ગયા હતા. કિરણના લગ્ન બાદ પણ અનુપમ ખેર અને કિરણ સારા મિત્ર હતા.

Image Source

લગ્ન બાદ પણ કિરણ અને અનુપમે થિએટરને છોડ્યું ના હતું. નાદીરા બબ્બરના રોલ માટે બંને કલકતા ગયા હતા. જ્યાં તેની મુલાકાત થી હતી. તે સમય બંને પરિણીત હતા. આ ખતમ થયા બાદ અનુપમ કિરણને બાય કહેવા માટે રૂમમાં ગયો હતો, પાછા ફરતા સમયે અનુપમે કિરણને પાછળ ફરીને જોયું હતું. તે પળે બંનેને અહેસાસ થયો હતો કે, બંને વચ્ચે જરૂર કંઈક છે.

Image Source

કલકતાની મુલાકાતની કિરણ અને અનુપમ પણ બહુ અસર થઇ હતી. બંને એક બીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા. એક દિવસે અનુપમ ખેર કિરણના ઘરે જઈને કહ્યું હતું કે, મારી તારી સાથે કંઈક વાત કરવી છે. મને લાગે છે કે, તે મને પ્રેમ કરે છે. કિરણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, પહેલા તો મને આ મજાક લાગી રહ્યું હતું પરંતુ ધીરે-ધીરે અહેસાસ થયો કે, અનુપમ સીરીયસ હતો.

Image Source

પ્રપોઝલ બાદ અનુપમ અને કિરણ મળવા લાગ્યા હતા, આ દરમિયાન બંને તેની અંગત જિંદગીમાં ચાલતી તકલીફો વિષે જણાવ્યું હતું. આ બાદ તુરંત જ બંનેએતેના પાર્ટનર્સથી અલગ થઈને 1985માં લગ્ન કરી લીધા હતા. અનુપમ ખેરે કિરણના દીકરા સિકંદરને અપનાવીને તેની અટક આપી હતી.

Image Source

વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘રામ લખન’માટે અનુપમ ખેરને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. આ બાદ પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ કોમેડિયનની ખિતાબ જીતીને અનુંમાપ કામયાબ રહ્યો હતો. આ બાદ લમ્હે, ખેલ, ડર, દિલવાલે દુલ્હનિયા,વિજય જેવી બહેતરીન ફિલ્મનો હિસ્સો બનીને અનુપમ ખેરે ઈન્ડસ્ટ્રીઝમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી હતી.

Image Source

અનુપમ ખેર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા એવોર્ડ તેના નામે કરી ચુક્યા છે. આ સિવાય અનુપમ ખેરને 2014માં પદ્મ શ્રી એવોર્ડ અને 2016માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.