મનોરંજન

દિલીપ કુમાર પછી બોલિવુડમાં વધુ એકનું થયું હતું નિધન: જુઓ કોણે કરી હતી આત્મહત્યા

કોઇ ફિલ્મ શરૂ થાય છે તો તેમાં કામ કરનાર યુનિટ એક પરિવાર બની જાય છે. કાસ્ટ અને ક્રૂથી લઇને સેટ પર હાજર અન્ય લોકો સુધી બધા એક પરિવારની જેમ યાદગાર સમય વીતાવે છે. કેટલીક વાર આ યાદો ખાટી મીઠ્ઠી હોય છે તો કેટલીક વાર દુખથી ભરેલી હોય છે. આવું જ કંઇક દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સાથે થયુ છે.

અનુપમ ખેરની ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ”ની લાઇન પ્રોડ્યુસરનું હાલમાં જ નિધન થયુ છે. ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ”ની લાઇન પ્રોડ્યુસર સરાહનાએ 30 જૂન 2021ના રોજ તેના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. બોલિવુડ અભિનેતા અનુપમ ખેરને જેવી જ ખબર મળી કે તેઓ ઘણા હેરાન રહી ગયા. કારણ કે હાલમાં જ તેમની વાત થઇ હતી. અનુપમ ખેરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરાહના માટે એક લાંબી પોસ્ટ લખી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

અનુપમ ખેરે લખ્યુ છે કે, આ સરાહના છે. જયારે હું દેહરાદૂન અને મસૂરીમાં ફિલ્મની શુટિંગ કરી રહ્યો હતો. ત્યારે તે ત્યાં કાશ્મીર ફાઇલ્સની લાઇન પ્રોડ્યુસર હતી. ફિલ્મની પૂરી યુનિટે છેલ્લા વર્ષે 22 ડિસેમ્બરે ફિલ્મના સેટ પર જ જન્મદિવસ મનાવ્યો હતો. લોકડાઉનને કારણે તે તેના હોમટાઉન અલીગઢ જતી રહી હતી.

તે કામમાં ઘણી શાનદાર હતી. મારી માતાના જન્મદિવસ પર સરાહનાએ ખૂબ જ પ્રેમાળ મેસેજ પણ મોકલ્યો હતો. મેં તેને ફોન કર્યો હતો અને ઘણીવાર સુધી અમારી વાત થઇ હતી. પરંતુ મને તેના ફોનથી એક મેસેજ આવે છે, જેને વાંચીને હું પૂરી રીતે હેરાન થઇ ગયો. સરાહના આપણા વચ્ચે રહી નથી, 30 જૂનના રોજ તેણે આત્મહત્યા કરી લીધી હતા.

આ મેસેજ મળતા મેં સરાહનાની માતાને ફોન કર્યો અને ખબર પડી કે આ વાત સાચી છે. ડિપ્રેશન આજના યંગ જનરેશનને ઘણુ પ્રભાવિત કરી રહ્યુ છે. હું તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું અને આશા કરુ છુ કે તેમની માતા અને ભાઇને આ દુખ સામે લડવા માટે ઇશ્વર શક્તિ આપે, આ ઘણુ દુખદ છે. ઓમ શાંતિ.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)