200 કરોડ કમાણી કરતા અનુપમ ખેરે પોતાના કિરદાર પુષ્કરનાથ વિશે એક ખુલાસો કર્યો

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના અભિનેતા અનુપમ ખેરે ફિલ્મને લઈને તેમનો એક્સપિરિયન્સ શેર કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે ઘણી વખત રડ્યા છે. અભિનેતાએ એમ પણ કહ્યું કે ફિલ્મના માધ્યમથી તેમણે તેમના પિતાને ટ્રિબ્યુટ આપ્યું છે.

ફિલ્મની દરેક જગ્યાએ જોરદાર ચર્ચા થઇ રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ તેની શાનદાર કહાનીથી બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મની કહાની એટલી ઈમોશનલ છે કે જોવા વાળા પણ રડી પડ્યા હતા. તેવામાં અભિનેતા અનુપમ ખેરે ફિલ્મની દમદાર કહાની અને તેને પડદા પર ઉતારવા સુધીનો અનુભવ શેર કર્યો છે.

અનુપમ ખેરને એક ઇન્ટરવ્યૂ દરમ્યાન ધ કાશ્મીર ફાઇલ્સ વિશે પૂછવામાં આવ્યું હતું કે,’જયારે તમે આ ફિલ્મ સાથે જોડાયા ત્યારે તમારા મનમાં શું વિચાર આવ્યો હતો? આ સવાલ પર અનુપમ ખેરે કહ્યું હતું કે,’જયારે મેં આ ફિલ્મ કરી હતી ત્યારે મારા કારકિર્દીની 519મી કે 520મી ફિલ્મ હતી. હું અભિનયની શાળા પણ ચાલવું છું, ભણું પણ છું, થિએટર પણ કરી ચુક્યો છું તો મને લાગે છે કે હું ઘણો મેચ્યોર અભિનેતા છું.

પરંતુ જયારે મને આ ફિલ્મ વિવેકે સંભળાવી તો મને લાગ્યું કે કહાની ખુબ જ જરૂરી છે લોકો સુધી પહોંચવી. પરંતુ જેવી રીતે આ ફિલ્મ લખવામાં આવી છે તેની રિયાલિટી કેવી નજર આવશે, જ્યાં સુધી અભિનેતા તેને અનુભવી નહિ શકે ખાસ કરીને પુષ્કરનાથના કિરદારને. અનુપમ ખેરે ફિલ્મમાં પુષ્કરનાથ પંડિતનો રોલ નિભાવ્યો છે જે શ્રીનગરમાં પુત્ર-વહુ સાથે રહે છે. તેના કેરેક્ટર વિશે વાત કરતા કહ્યું કે,’ વિવેક અગ્નિહોત્રી મારા પિતાજીને ઓળખતા હતા. તેનું નામ પુષ્કર હતું તો આ મારા પિતાજીને ટ્રિબ્યુટ હતું.

અનુપમ ખેરે આગળ કહ્યું,’જયારે અમે સેટ પર ગયા તો દેહરાદૂનમાં મારી પહેલા દિવસનું શૂટિંગ હતું ત્યારે મારા અંદરના અભિનેતાએ બેકસીટ લઇ લીધી અને એક માણસે ફ્રન્ટ સીટ લઇ લીધી હતી કેમ કે દુઃખને વ્યક્ત કરવા માટે 50 હજાર રીત હોય છે અને જયારે તમે આટલું કામ કરતા હોવ તો તમને ક્રાફટની ખબર પડી જતી હોય છે કે તમે આટલું મહેસૂસ કરશો તો આટલું રડવાનું આવશે. પરંતુ ક્રાફટ આ ફિલ્મને ખોટી બનાવી દેતી અને હું ખોટી વસ્તુનો જરાય સહારો લેવા માંગતો હતો નહિ ખાસ કરીને આ રોલ પ્લે કરતા.

અનુપમ ખેરે એવું પણ કહ્યું કે,’આ મારી કારકિર્દીમાં સૌથી મુશ્કેલ રોલ રહ્યો છે કેમકે મારે એવા માણસનો રોલ પ્લે કરવાનો હતો જેને ઘણા લોકોને દર્શાવાનું હતું. રડવાનું ખાલી ટ્રેજડી માટે નથી હોતું પરંતુ તે કાશ્મીરી લોકો વિષે વિચારીને આવે છે કે હવે તે લોકોને લાગશે કે હા હવે અમને લોકો ગળે લગાવશે.

Patel Meet