ભજન સમ્રાટ અનુપ જલોટાએ કર્યો ખાસ ખુલાસો: બિગબોસમાં એકસાથે આવી અનુપ જલોટા અને જસલીન મથારૂ આવ્યા હતા ચર્ચામાં

નાના પડદાનો સૌથી મોટો રિયાલિટી શો “બિગબોસ”માં જયારે અનુપ જલોટા જસલીન મથારૂ સાથે પહોંચ્યા હતા તો તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા. બંને સેલિબ્રિટિ જયાં સુધી ઘરની અંદર હતા ત્યાં સુધી બંનેના સંબંધને લઇને ઘણી વાતો આવતી રહેતી જો કે, ઘરથી બહાર આવતા જ બંનેએ પોતાના રિલેશનશિપની વાતને નકારી દીધી હતી.

“બિગબોસ 12″માં જયારે તેઓ જોવા મળ્યા હતા, ત્યાં શો ખત્મ થવાને આરે તેઓએ એકબીજાથી દૂર બનાવી લીધી હતી. અનુપ જલેટાએ હવે એ ખુલાસો કર્યો છે કે, આખરે કેમ જસલીન મથારૂ પરફેક્ટ મેરેજ મટિરિયલ છે.

બોલિવુડ હંગામા સાથે વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યુ કે એવી કઇ ક્વોલિટી છે જે જસલીનને બેસ્ટ વેડિંગ મટિરિયલ બનાવે છે ? આ સવાલના જવાબમાં અનુપ જલોટાએ કહ્યુ કે, સ્વભાવ ધણો સારો છે. અનુપ જલોટા અનુસાર જસલીન મથારૂનો નેચર એક એવી વસ્તુ છે જે તેને એક પરફેક્ટ મેરેજ મટિરિયલ બનાવે છે.

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર અનુપ જલોટા અને જસલીનની તસવીરો વાયરલ થઇ હતી, જેમાં તેઓ લગ્નના જોડામાં જોવા મળ્યા હતા.

તસવીરો વાયરલ થયા બાદ તો ચાહકો ક્યાસ લગાવવા લાગ્યા હતા કે અનુપ જલોટા અને જસલીન મથારૂ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. જો કે, બાદમાં બંનેએ આ ખબરોનું ખંડન કર્યુ હતુ. આ તસવીર તેઓના ફિલ્મના સેટની હતી.

આ પહેલા અનુપ જલોટાએ કહ્યુ હતુ કે, જો તે ઉંમરમાં નાના પણ હોતા તો જસલીન સાથે લગ્ન ના કરતા. તેની પાછળનું કારણ તેમણે જસલીનની ગ્લેમર ડ્રેસિંગ જણાવ્યુ. તે બાદ તેમણે કહ્યુ કે, મારા પારિવારિક સંસ્કૃતિમાં તે કોઇ પણ રીતે રાસ નથી આવતી.

Shah Jina