મનોરંજન

OMG: શું 30 વર્ષની જસલીન મથારુએ 67 વર્ષના અનુપ જલોટા સાથે લગ્ન કર્યા? એક્ટ્રેસે શેર કરી તસ્વીર

30 વર્ષની હસીનાએ 67 વર્ષના ઘરડા વૃદ્ધ સાથે લગ્ન કર્યા? જાણો વિગત

બિગ બોસ-12ની સ્પર્ધક જસલીન મથારુ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ જસલીને ઇન્સ્ટાગ્રામ પર 2 તસ્વીર શેર કરી હતી જેમાં જસલીન દુલ્હન તરીકે નજરે આવે છે. જયારે અનુપ દુલ્હા તરીકે જોવા મળે છે. આ તસ્વીરમાં જસલીને અનુપને ટેગ કર્યો છે. પરંતુ કેપ્સન આપ્યું નથી.

આ તસ્વીર જોઈને લાગે છે કે આ ઘરમાં જ ક્લિક કરવામાં આવી છે. આ તસ્વીરથી ખબર નથી પડતી કે, શું જસલીનએ અનુપ જલોટા સાથે લગ્ન કર્યા છે કે નથી. પરંતુ સોશિયલ મીડિયામાં  આ તસ્વીર શેર કર્યા બાદ આ ખબર વાયરલ થઇ રહી છે. જસલીને આ તસ્વીર શેર કરતા કોઈ કેપ્સન આપ્યું નથી. ફક્ત ફાયર વાળા ઈમોજી જ આપ્યા છે.

જસલીન અને અનુપની તસ્વીર જોયા બાદ એક યુઝર સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, સાચે જ છોકરાઓ મહેનત કરો અને પૈસા કમાવો તો જ આવું ફળ મળશે. આજે પૈસા જ બધું છે. શકલ અને ઉંમર કોઈ નથી જોતું.

જણાવી દઈએ કે, જસલીન અને અનુપ જલોટાની આ તસ્વીર તેની આગામી ફિલ્મ ‘વો મેરી સ્ટુડન્ટ હૈ’ ના સેટની છે. આ ફિલ્મનું નિર્દેશન જસલીનના પિતા કેસર મથારુ કરી રહ્યા છે.

2 દિવસ પહેલા ખુદ જસલીને એક પોસ્ટર શેર કરીને જાણકારી આપી હતી. તેને કેપ્સનમાં લખ્યું હતું કે, હાય ફાઈનલી કામ શરૂ. અનુપ જલોટા સાથે મારી આગામી ફિલ્મ ‘વો મેરી સ્ટુડન્ટ હૈ’નું શૂટિંગ.

જસલીન બિગ બોસ 12 દરમિયાન ચર્ચામાં આવી હતી. આ શોમાં તે 37 વર્ષ મોટા અનુપ જલોટા સાથે ગઈ હતી. બંનેએ દાવો કર્યો હતો કે, બંને એકબીજાને 3 વર્ષથી ડેટ કરી રહ્યા છે. પરંતુ બિગ બોસના ઘરથી બહાર આવ્યા બાદ બંનેએ રિલેશનશીપની વાતને નકારી દીધી હતી.

લગભગ 5 મહિના પહેલા જસલીનએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે લાલ ચૂડલો અને સિંદૂર લગાડેલી નજરે આવી હતી. બાદમાં લોકો કહી રહ્યા હતા કે અનુપ જલોટા સાથે લગ્ન કરી લીધા છે પરંતુ ખુદ અનુપ જલોટાએ આ વાતનું ખંડન કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં જલોટાએ કહ્યું હતું કે, ફરી અફવાહ. જસલીન સાથેના મારા લગ્નની ખબર આવી છે. હું અને તેના પિતા તેના માટે સારો યુવક શોધી રહ્યા છે. મેં તેને કેનેડામાં રહેતો એક પંજાબી યુવાન દેખાડ્યો હતો, પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું. તે મારી દીકરી જેવી છે હું તેનું કન્યાદાન કરીશ. મેં બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પણ આ વાત કહી હતી અને તે વાત પર હું કાયમ છું.