સ્ટાર પ્લસનો પોપ્યુલર શો અનુપમા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. અનુપમા શો જયારથી ટીવી પર પ્રસારિત થઇ રહ્યો છે ત્યારથી તેને દર્શકો ઘણો પસંદ કરી રહ્યા છે. ત્યારે ટીઆરપી લિસ્ટમાં પણ અનુપમા હંમેશા ટોપ પર હોય છે. આ શોમાં અનુપમા અને અનુજને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત્યારે હાલ તો આ શોમાં અનુપમા અને અનુજના લગ્નની કહાની ચાલી રહી છે. હાલ સોશિયલ મીડિયા પર અનુજ અને અનુપમાની લગ્ન પહેલાની રસ્મ એટલે કે રોકા સેરેમનીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જેમાં જોવા મળી રહ્યુ છે કે, બા, કાવ્યા અને વનરાજ તેમજ તોષુ અને પાખી અનુપમાની ખુશીઓમાં સામેલ થયા નથી. અનુપમા અને અનુજની રોકા સેરેમનીમાં બાપુજી, સમર, કિંજલ, અનુજ અને અનુપમાની મિત્ર દેવિકા તેમજ મામાજી અને ગોપી કાકા જોવા મળી રહ્યા છે. પ્રોમોમાં અનુજ કપાડિયાની ખુશી જોવા મળી રહી છે. અનુજ તેની અનુપમા માટે આરતીની થાળી લઈને ઘરના ઉંબરા પર ઊભો છે.
બીજી તરફ સમર અને કિંજલની ખુશી પણ સમાતી નથી. બાપુજી અનુજ અને અનુપમાના રોકા સેરેમનીની શરૂઆત કરતા જોવા મળે છે. આ પ્રોમો સામે આવ્યા પછી, અનુપમાના ચાહકો નવો એપિસોડ જોવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીની આ સુપરહિટ સિરિયલની પ્રિક્વલ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. મેકર્સ દ્વારા અનુપમા નમસ્તે અમેરિકાનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શોના પ્રોમોની ઝલક આપી છે. તમને જણાવી દઈએ કે આ શોમાં અનુપમાના જીવન સાથે જોડાયેલી જૂની વાતો બતાવવામાં આવશે.