આખરે એકબીજાના થઇ જ ગયા અનુપમા અને અનુજ, આંખોમાં આંખો અને બાહોમાં બાહો નાખી થયા રોમેન્ટિક- જુઓ વીડિયો

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકાર રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના આ દિવસોમાં અનુપમા શોમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે.ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી “અનુપમા” શોથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચૂકી છે. તેની પોપ્યુલારિટી વધતી જઇ રહી છે.

આ સાથે સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ પણ વધતા જઇ રહ્યા છે. અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીના વીડિયોને ચાહકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી અનુજ એટલે કે ગૌરવ ખન્ના સાથે રૂપાલી વીડિયો બનાવી રહી છે. જેમાં તે અનુજ સાથે ઘણીવાર મસ્તી કરતી તો ઘણીવાર રોમેન્ટિક થતી પણ જોવા મળી રહી છે.

ફેન્સની ફેવરિટ અનુપમા અને અનુજે ફરી એકવાર તેમના તમામ ફેન્સનો દિવસ બનાવી દીધો છે. અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે તમે શું જોડી છે. રૂપાલી ગાંગુલીએ એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જેમાં અનુજ અને તેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંને લાલ અને કાળા થીમવાળા આઉટફિટમાં અદ્ભુત દેખાઈ રહ્યા છે. ક્રિસમસ પાર્ટીના મધ્યભાગથી અનુપમા અને અનુજનો આ રોમેન્ટિક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે ‘કૌન તુઝે યૂં પ્યાર કરેગા’ ગીત પર ફિલ્માવવામાં આવ્યો છે.

એકબીજાની આંખોમાં જોતાં અનુજ અને અનુપમા એકબીજામાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, ઘરમાં જ રોમાન્સ શરૂ થઈ ગયો છે. અનુપમા અનુજના પ્રેમમાં પડી ગઈ છે, પરંતુ તે હજી સુધી તેને વ્યક્ત કરી શકી નથી. વિડીયો જોયા બાદ ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોઈ શકાય છે. એક યુઝરે લખ્યું છે – તમે બંને દુનિયાના બેસ્ટ કપલ છો. આટલું જ નહીં, વીડિયોમાં એકબીજા સાથે ડાન્સ કરવાની સાથે અનુજ અને અનુપમાએ એકબીજાને ગળે પણ લગાવ્યા છે, જે અત્યાર સુધી સીરિયલમાં બન્યું નથી. આવી સ્થિતિમાં બંનેને એકબીજા સાથે રોમેન્ટિક થતા જોઈને કેટલાક લોકોએ આ ટ્રેકને શોમાં બતાવવાની માંગ કરી છે. આ સાથે લોકોએ પોસ્ટ પર રેડ હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલીએ વર્ષ 2000માં ટીવી ધારાવાહિક “સુકન્યા”થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે કહાની ઘર ઘર કી, સંજીવની જેવી કેટલીક ધારાવાહિકમાં આવી ચૂકી છે. હાલ તો તે “અનુપમા” શોમાં લીડ રોલ નિભાવી રહી છે. આ શોમાં તેના પાત્રને ચાહકો ઘણુ પસંદ કરે છે. આ શોથી તે ઘરે ઘરે લોકપ્રિય પણ બની ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina