અનુપમા અને અનુજ ફ્લાઇટમાં કરી રહ્યા હતા રોમાન્સ, અચાનક આવી ગઇ એર હોસ્ટેસ અને પછી થઇ એવી હાલત કે… જુઓ વીડિયો

ફ્લાઇટમાં રોમાન્સ કરી રહ્યા હતા અનુજ અને અનુપમા, એર હોસ્ટેસે પકડી લીધા- જુઓ

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ-5માં પોતાની જગ્યા હાંસિલ કરે છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે. રૂપાલીને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને સાથે સાથે બીજા પાત્રોને પણ દર્શકો પસંદ કરી રહ્યા છે.

ટીવી શો અનુપમામાં આ દિવસોમાં અનુપમા અને અનુજની મિત્રતા સતત વધતી જઇ રહી છે. આ બંનેના નજીક આવવાને કારણે વનરાજનો ગુસ્સો સાતમા આસમાને છે. વનરાજ સતત ચાલ ચલી રહ્યો છે કે બંને વચ્ચે દૂરી આવે, પરંતુ તેની બધી ચાલ નિષ્ફળ જઇ રહી છે. અનુપમા અને અનુજની મિત્રતાની ચર્ચા આજકાલ ટીવીની દુનિયામાં જોરશોર પર છે. હાલમાં જ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બંને રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને જોઇ ચાહકો ખૂબ જ ખુશ છે. આ વીડિયોમાં બંનેનુ કોર્ડિનેશન કમાલનું લાગી રહ્યુ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બંને ફ્લાઇટમાં એક રોમેન્ટિક ગીત પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. બંનેની કેમેસ્ટ્રી કમાલની લાગી રહી છે. પરંતુ ત્યારે જ એર હોસ્ટેસ આવી જાય છે અને તેને જોઇ બંને શરમાતા પોતાની સીટ પર બેસી જાય છે. ચાહકોને અનુજ અને અનુપમાનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જણાવી દઇએ કે, આ દિવસોમાં શોમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. એકબાજુ જયાં વનરાજને અનુજ અને અનુપમાની મિત્રતા નથી ગમી રહી ત્યાં હાલના એપિસોડમાં બતાવવામાં આવી રહ્યુ છે કે, વનરાજની પત્ની કાવ્યાએ પણ હવે ઓફિસ જોઇન કરી લીધી છે અને હવે તે અનુપમાના પ્રોજેક્ટમાં તેની સાથે કામ કરવાની છે. કાવ્યા જયારે આ વાત ઘરે જઇ બધાને કહે છે તો વનરાજ ગુસ્સે થઇ જાય છે અને અનુપમા અને કાવ્યાને ખરી ખોટી સંભળાવા લાગે છે. ઘરમાં હાજર પાખી આ બધુ જોઇ એકવાર ફરી પરેશાન થઇ જાય છે અને સીડી પરથી પડી જાય છે. ત્યાર બાદ વનરાજ અને અનુપમા પોતાનો ગુસ્સો ભૂલી તેને સંભાળવામાં લાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

Shah Jina