ખબર

રાતોરાત સ્ટાર બનતા જ રાનુ મંડલે ફિરોઝ ખાનને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું – ‘મારા પતિ ફિલ્મ અભિનેતા ફિરોઝ ખન્ના ઘરમાં…’

રાનુ મંડલને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશનથી લઈને બોલિવૂડની ફિલ્મ માટે પહેલું ગીત રેકોર્ડ કરવા સુધીની તેમની જર્ની આસાન ન હતી. તેમનો એક વિડીયો વાયરલ થયો અને તેમન તક મળી ગઈ બોલિવૂડ માટે ગીત ગાવાની. તેમના મધુર અવાજનું આજે સૌ કોઈ દીવાનું છે. અત્યાર સુધીમાં રાનુ અનેક ઇન્ટરવ્યૂ પણ આપી ચુકી છે. ત્યારે આ ઇન્ટરવ્યૂમાં તેમને પોતાના વિશે ઘણા ખુલાસાઓ પણ કર્યા છે.

એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં રાનુએ જણાવ્યું જે તેમના જીવનની કહાની ખૂબ જ લાંબી છે, તેના પર ફિલ્મ પણ બની શકે એમ છે. આ ફિલ્મ ખાસ પણ હશે. રાનુ મંડલે કહ્યું કે – ‘હું ફૂટપાથ પર જન્મી ન હતી. સારા પરિવારથી છું પણ મારુ નસીબ જ એવું હતું કે હું માત્ર 6 મહિનાની ઉંમરમાં જ માતાપિતાથી દૂર થઇ ગઈ હતી. દાદીએ ઉછેરીને મોટી કરી. અમારી પાસે ઘર હતું પણ એને ચલાવવા માટે લોકોની જરૂર હોય છે. ઘણા દિવસો એકલા વિતાવ્યા. મેં ઘણો સંઘર્ષ કર્યો પરંતુ હંમેશા ભગવાન પર ભરોસો રહ્યો. હું પરિસ્થિતિ પ્રમાણે ગીતો ગાતી હતી. એવું ન હતું કે મને ગાવાની તક આપવામાં આવી, મને ગીતો સાથે પ્રેમ હતો, એટલે હું ગાતી હતી.’

વધુમાં જણાવતા રાનુએ કહ્યું. ‘હું લતા મંગેશકરના ગીતો શીખતી હતી. મેં તેમની પાસેથી રેડિયો અને કેસેટથી શીખી. લગ્ન બાદ પશ્ચિમ બંગાળથી મુંબઈ આવી ગઈ. મારા પતિ ફિલ્મ અભિનેતા ફિરોઝ ખન્ના ઘરમાં રસોઈયા હતા. એ સમયે તેમનો દીકરો ફરદીન કોલેજમાં હતો. એ લોકો અમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા હતા, જાણે કે અમે તેમના પરિવારના જ સભ્યો હોઈએ. મુંબઈમાં સંગીતની ઘણી સુવિધાઓ છે. મારા ઘરેથી મુંબઈ આવવું અને પછી ફલાઈટથી પરત ફરવું પણ અઘરું છે. સારું હોત કે મુંબઈમાં મારુ ઘર હોત.’

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને રાનુને મુંબઈમાં 55 લાખનું ઘર ભેટમાં આપ્યું છે. પરંતુ આ ખબર વિશે એક હકીકત જાણવા મળી છે. રાનાઘાટના એક ક્લબના સભ્યએ જણાવ્યું કે તેમના ક્લબના જ લોકોએ તેમનો વિડીયો બનાવ્યો હતો જે વાયરલ થયો હતો. એ પછીથી તેઓ સતત રાનુનું ધ્યાન રાખી રહયા છીએ અને તેમના સંપર્કમાં છીએ. પરંતુ એવું જાણવામાં નથી આવ્યું કે સલમાન ખાને રાનુને 55 લાખનું ઘર આપ્યું હોય. આ ખબર ખોટી છે, જે સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks