સોનાની આખી ચેઇન ચોરી કરતા ઝડપાયા મંકોડા, અધિકારીએ કહ્યું, “કઈ કલમ હેઠળ FIR નોંધવામાં આવે ?” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અજીબો ગરીબ ઘટનાઓને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલીક ઘટનાઓ પેટ પકડીને હસાવી દેનારી હોય છે તો કેટલીક ઘટનાઓ આપણને હેરાન પણ કરી દેતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમને તમારી આંખો ઉપર પણ વિશ્વાસ કરવો ભારે પડી જશે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા મંકોડાઓ સોનાની ચેઈન લઈને જઈ રહ્યા છે. આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ લખ્યું છે કે આ ચોરો પર કેવી રીતે કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયો જોયા પછી હેરાની પણ છે અને પેટ પકડીને હસી પણ રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર ગળામાં પહેરવાની એક સોનાની ચેઇન જોવા મળી રહી છે. જેની આસપાસ ઘણા બધા મંકોડાઓ છે. આ મંકોડાઓ ચેઇનને ખેંચીને જઈ રહ્યા છે. જેને જોઈને કોઈને પણ ચોક્કસ હેરાની થવાની જ છે. સાથે સાથે આ વીડિયો ખુબ જ મજેદાર પણ છે, જેના કારણે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ઘણા લોકો અલગ અલગ પ્રકારના પ્રતિભાવો આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો હસવાના ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો હસવાના ઈમોજી સાથે સાથે આ એક ગંભીર સમસ્યા પણ ગણાવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખ કરતા પણ વધુ લોકોએ જોઈ લીધો છે અને ઘણા લોકો તેને લાઈક પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel