અમદાવાદની જન્નત બેકરીને લાગ્યા તાળા:3 વર્ષની બાળકીએ ખારી ખરીદી ને ખાવા જતા મોઢે કીડીઓ કરડી, માતા-પિતાએ ફરિયાદ કરતા કોર્પોરેશને નોટિસ આપી બેકરી સીલ કરી
Ants from a bakery in Ahmedabad : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણા મોટા મોટા રેસ્ટોરન્ટમાં પણ આવી ઘટનાઓ જોવા મળે છે, ત્યારે આ મામલો જાણ થતા જ રેસ્ટોરન્ટને કે દુકાનને સીલ પણ કરવામાં આવતી હોય છે ત્યારે ઘણા ગૃત લોકો આ અંગે ફરિયાદ કરતા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણા લોકો આ અંગે જાણ નથી કરતા, આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા હોય છે.
ત્યારે હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાં રાજપુર ટોલનાકા પાસે આવેલી જન્નત બેકરીમાંથી એક 3 વર્ષની બાળકીએ ખાવા માટે ખારી ખરીદી હતી, જે ખારી ખાવા જતા તેમાંથી કીડીઓ નીકળી અને તેના મોઢા પર ચોંટી જતા બાળકીને કીડીઓ કરડી હતી, જેના કવરને તેના હોઠ ઉપર સોજા પણ આવી ગયા હતા. જેના બાદ તેના માતા પિતા ખારી ચેક કરતા તેમના કેદીઓ જોવા મળી હતી.
આ અંગે તેમને તાત્કાલિક ગોમતીપુર વોર્ડના કોરોપોર્ટરને જાણ કરી હતી, જેના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બેકરીમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં યોગ્ય સાફ સાફાઈ જોવા મળી નહોતી અને ગંદકી પણ જોવા મળી હતી. આ ઉપરાંત ખારીની પ્લેટ પણ નીચે મુકેલી હતી અને કોટાસ્ટોન પણ લગાવેલો ના હોવાનું સામે આવ્યું હતું.
જેના બાદ ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બેકરીને નોટિસ આપીને સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત જ્યાં સુધી મંજુરી ના આવે ત્યાં સુધી દુકાન ખોલવામાં નહિ આવૅ તેમ પણ જણાવવામાં આવ્યું. ત્યારે અમદાવાદમાંથી સામે આવી રહેલી એક પછી એક આવી ઘટનાઓના કારણે શહેરવાસીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ના થઇ રહી હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
અમદાવાદીઓ જોઈ જોઈને ખાજો ખારી, જાણીતી જન્નત બેકરીની ખારીમાંથી નીકળી જીવાત, દુકાન સીલની કાર્યવાહી#ahmedabad #vtvgujarati pic.twitter.com/IRdWa1IUjT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 8, 2024