સલમાન ખાનની ફિલ્મ “અંતિમ-ધ ફાઇનલ ટૂથ”માં ગુજરાતણની એન્ટ્રી, બાલિકા વધુની આ અભિનેત્રી છવાઇ ભાઇજાનની ફિલ્મમાં

બોલિવુડના ભાઇજાન કહેવાતા સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ- ધ ફાઇનલ ટૂથ 26 નવેમ્બરના રોજ થિયેટરમાં રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સલમાન શીખ પોલીસ ઓફિસરના રોલમાં છે જ્યારે આયુષ શર્મા ગેંગસ્ટર બન્યો છે. આ ફિલ્મમાં આયુષની સામે મહિમા મકવાણા છે. મહિમા મકવાણાનું આ બોલિવૂડ ડેબ્યુ છે, પરંતુ એક્ટિંગમાં તે ઘણી જૂની છે. મહિમાએ કલર્સ ટીવી શો બાલિકા વધૂ સહિત ઘણી જાહેરાતો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. 2009માં, મહિમા મકવાણાએ આ સિરિયલમાં ગૌરી સિંહના બાળપણનો રોલ નિભાવ્યો હતો.

અંતિમ ફિલ્મ મહિમાની પહેલી બોલિવૂડ ફિલ્મ છે. 2017માં, તેણે તેલુગુ ફિલ્મ વેંકટપુરમથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ સિવાય મહિમા રંગબાઝ અને ફલેશ વેબ સિરીઝની બીજી સીઝનમાં પણ જોવા મળી છે. ટીવી જગતમાં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર મહિમાએ કલર્સ ટીવી શો મોહે રંગ દેથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી મહિમાએ મિલે જબ હમ તુમ, સાંવરે સબકે સપને પ્રીતો, આહટ, સીઆઈડી, દિલ કી બાતેં દિલ હી જાને, પ્યાર તુને ક્યા કિયા, રિશ્તો કા ચક્રવ્યૂહ, મરિયમ ખાન અને શુભારંભ જેવા શોમાં સહાયક અને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

મહિમાને પહેલો મોટો બ્રેક સપને સુહાને લડકપન કેથી મળ્યો હતો, જેમાં મહિમાને પ્રથમ વખત મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી હતી. મહિમા તેના સહ કલાકારો સાથે તેના શો શુભારંભના પ્રચાર માટે બિગ બોસ 13માં પણ ગઈ હતી જ્યાં તેણે હોસ્ટ સલમાન સાથે કેટલીક રસપ્રદ ક્ષણો વિતાવી હતી. મહિમાને સપને સુહાને લડકપન કેથી ઘર ઘરમાં ઓળખ મળી હતી.

મહિમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મહિમાની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ અંતિમની વાત કરીએ તો, મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મહિમાએ નાના કસ્બાની છોકરી મંદાનો રોલ નિભાવ્યો છે, જે ગેંગસ્ટર રાહુલિયાની પ્રેમિકા હોય છે. ફિલ્મમાં ગેંગસ્ટર આયુષ શર્મા છે.

સલમાન ખાન, મહિના મકવાણા અને આયુષ શર્માની ફિલ્મની હાલમાં જ સ્ક્રીનિંગ થઇ હતી. આ દરમિયાન ઘણા બોલિવુડ સ્ટાર્સ અહીં પહોંચ્યા હતા, પરંતુ બધાની નજર મહિમા પર જ અટકેલી હતી. મહિમા આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી.આ એક સપનાનું સાચુ થવા જેવુ છે કે 22 વર્ષિય મહિમાને સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ અંતિમથી ડેબ્યુ કરવાનો મોકો મળ્યો. સલમાન ખાન સ્ટારર આ ફિલ્મની કેટલીક તસવીરો અને વીડિયોમાં મહિમાનો દિલકશ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. કયારેક સિંપલ દેખાનાર મહિમા આજે ખૂબ જ સ્ટાઇલિશ થઇ ગઇ છે.

અંતિમ વખત પહેલાં, તે વેંકટપુરમ અને મોસાગલ્લુ નામની બે તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. એટલું જ નહીં, તે રંગબાઝ અને ફ્લેશ નામની બે સિરીઝનો પણ ભાગ રહી ચુકી છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે તે 4 મહિનાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. મહિમા મકવાણાના પિતા મજૂર હતા. પિતાની મોત બાદ માતાએ મહિમા અને તેના મોટા ભાઈને એકલા હાથે ઉછેર્યા.

માહિકા મકવાણાએ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. મહિમા મકવાણાએ પોતે જ કહ્યું હતું કે તેનું બાળપણ ચાલમાં વીત્યું હતું. ચાલથી સિનેમેટિક સ્ક્રીન સુધીની તેની સફર સરળ ન હતી. તે કહે છે કે, મને કહેતા શરમ નથી આવતી કે હું ચૌલમાં રહી છું. હું ગરીબીમાંથી આવી છું. હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મેં સખત મહેનત દ્વારા બધું પ્રાપ્ત કર્યું છે.

મહિમા મકવાણા મૂળ ગુજરાતની છે અને તેનો જન્મ ઓગસ્ટ 1999માં થયો હતો, તે મુંબઇમાં જન્મી હતી. તેના માતા-પિતા સાથે તે દહીંસર સ્થિત ચાલીમાં રહેતી હતી. તેનો ભાઇ એકાઉન્ટન્ટ છે. મહિમાએ માત્ર 9 વર્ષની ઉંમરે કામ શરૂ કર્યુ હતુ અને તેણે 500થી વધારે ઓડિશન આપ્યા હતા, પરંતુ તે તમામમાં રિજેક્ટ થઇ હતી જો કે, તેની માતાએ તેને ઘણુ પ્રોત્સાહન આપ્યુ છે અને તે બાદ તેણે પહેલી ટીવી ધાારાવાહિક મોહે રંગ દેમાં વર્ષ 2008માં પહેલીવાર કામ કર્યુ હતુ.

તેણે CIDમાં પણ કામ કરેલુ છે. ઉલ્લેખનીય છે કે, તેણે 16 વર્ષની ઉંમરે પોતાનું પહેલુ ઘર ખરીદ્યુ હતુ અને તે મુંબઇના મીરા રોડ પર છે. વર્ષ 2015 સુધી મહિમા રોજ દહીંસરથી લોકલ ટ્રેનમાં સ્ટુડિયો સુધી સફર કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mahima Makwana (@mahima_makwana)

Shah Jina