ખબર

કોરોના સંકટમાં ભારતે આપ્યા સૌથી મોટા સમાચાર, સ્વદેશી ઍન્ટીબૉડી ટેસ્ટ કિટ તૈયાર- જાણો વિગત

ભારત સહીત વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત છે. ભારતે અગાઉ ચીનથી આયાત કરેલી રેપિડ ટેસ્ટ કિટની મદદથી કોરોના ટેસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાક રાજ્યોમાં ચીનથી આયાત કરાયેલી ટેસ્ટમાં ખામીઓ જણાતા આ નિર્ણય લેવાયો હતો. કોરોનાના હાહાકાર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.

Image Source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, દેશમાં કોરોના સંક્રમણમાં આવતી વસતીને ઓળખવામાં આ કિટની મહત્વની ભૂમિકા ભજવશે.

Image Source

કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સૌપ્રથમ સ્વદેશી એન્ટિબોડી ટેસ્ટ કિટ વિકસાવવામાં સફળતા મેળવી છે. આ ટેસ્ટ કિટની મદદથી કોરોના વાયરસના એન્ટિબોડીની ઉપસ્થિતિની જાણ થઈ શકશે.

ઘરઆંગણે વિકસાવાયેલી એન્ટિબોડી ટેસ્ટ કિટની મદદથી એક જ વખતમાં 2.5 કલાકના ગાળામાં 90 લોકોના સેમ્પલ ટેસ્ટ થઈ શકશે. આ ટેસ્ટ કિટની મદદથી લેબમાં ચોક્કસ પગલાં દ્વારા ઝડપથી પરીક્ષણ કરી શકશે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ દેશની સૌપ્રથમ સ્વદેશી ટેસ્ટ કિટ IgG ELISA તૈયાર કરી છે. આ કિટને મુંબઈમાં બે જુદા જુદા સ્થળે ટેસ્ટ કરવામાં આવી હતી અને તેમાં ઉચ્ચ સ્તરની સચોટતા મળી હતી. આ ટેસ્ટ કિટની મદદથી જિલ્લા સ્તરે પણ ટેસ્ટ શક્ય બનશે.

Image Source

એક જ મહિનાના સમયગાળામમાં આ ટેસ્ટિંગ કિટ તૈયાર કરાઈ છે જેને પગલે SARS-CoV-2 IgGની એન્ટીબોડી વસ્તી હોવાની ચકાસણી થઈ શકશે.આ સૌથી સામાન્ય એન્ટીબોડી છે. તેની માહિતી સીરમ, પ્લાઝમા કે અન્ય દ્રવ્યોના સેમ્પલ દ્વારા મેળવી શકાય છે. આ ટેસ્ટ કીટની મદદથી આ એન્ટીબોડીની ઉપસ્થિતિ નક્કી કરીને કોરોનાવાયરસ અંગે માહિતી મેળવી શકાશે.

Image Source

આની કિંમત પરવડે તેવી છે તેમજ સંવેદનશીલ છે અને ઝડપી છે તેમજ એકસાથે નોંધપાત્ર સેમ્પલનું ટેસ્ટિંગ પણ થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેની ટેક્નોલોજીને ઝાયડસ કેડિલાના ટ્રાન્સફર કરાઈ છે અને તેઓ આનું મોટાપાયે ઉત્પાદન કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.