ગુજરાતમાં વડોદરાની મહિલાને અપાયું પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન, 5 જ કલાકમાં થયો ચમત્કાર

ગુજરાત : હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશ સાથે સાથે ગુજરાતને પણ ઘમરોળી રહી અને છે તેવામાં હાલ એન્ટીબોડી કોકટેલના ઉપયોગને મંજૂરી મળી ગઇ છે અને ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરાની મહિલા પર આ ઇન્જેક્શનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે સફળ થયો છે.

સ્વિઝરલેન્ડની રોશ કંપનીના આ ઇંજેક્શનનો જથ્થો ગુજરાતમાં સીધો કંપનીમાંથી આવ્યો છે.84 વાઇલ ગુજરાતને મળ્યા છે ત્યારે વડોદરા, સુરત, જામનગર, અમદાવાદ, રાજકોટમાં પણ આ ઇંજેક્શન ફાળવવામાં આવ્યા છે. વડોદરાની 54 વર્ષિય મહિલાન આ ઇંજેક્શન આપવામાં આવ્યુ છે. કોરોના દર્દીને આ ઇંજેક્શન આપવામાં તો તેનું ઓક્સિજન લેવલ વધે છે.

આ ઇંજેક્શનની કિંમત 60 હજારની અંદર છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા હરિયાણાના મોહબ્બત સિંહ એવા પહેલા વ્યક્તિ છે જેમને આ ઇંજેક્શન આપવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, આ મહિલાને ડાયાબિટિસ છે અને તેનુ ઓક્સિજન લેવલ 93ની આસપાસ હતુ જે ઇંજેક્શન આપ્યાના 5 કલાકમાં 91 પર પહોંચ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયા બાદ એન્ટીબોડી કોકટેલ આપવામાં આવ્યુ હતુ.

Shah Jina