હેલ્થ

લાંબુ આયુષ્ય જીવવું છે તો આજથી જ શરુ કરી દો ‘એન્ટી એજીંગ ફૂડ્સ’, વાંચો આખો લેખ

આ ઘોર કળયુગમાં તમારે બીમારીથી હોસ્પિટલમાં તડપવું છે? લાખોના બિલ ન ભરવા હોય તો આ કામની વાત જાણી લો…

આપણે ઘણા એવા ફૂડ્સ વિશે સાંભળ્યું હશે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે, પણ શું તમે એન્ટી એજીંગ ફૂડ્સ અને તેનયાયદાઓ વિશે સાંભળ્યું છે? ના, તો આજે અમે તમને અહીં જણાવી રહયા છીએ કેટલાક એન્ટી એજીંગ ફૂડ્સના ફાયદાઓ વિશે કે જે તમને લાંબુ જીવવા માટે પણ મદદ કરે છે અને સાથે જ એના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે.

સમય કરતા પહેલા ચહેરા પર કરચલી પડી જવી, શરીરને થાક લાગવો, અને યુવાનીમાં જ વૃદ્ધાવસ્થાના લક્ષણો જોવા મળે તો તેનાથી બચવા માટે આપણે નાસ્તામાં કેટલાક ફૂડ્સ લેવાનું શરુ કરવું જોઈએ.

Image Source

એવા ઘણા સુપરફૂડ્સ છે જે તંદુરસ્ત ત્વચા, એન્ટી-એજીંગ ગુણધર્મોથી ભરેલા હોય છે, જે આપણને ઘણા જીવલેણ રોગોથી બચાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આહારમાં ઘણી વસ્તુઓ એવી છે કે જો તમે સવારના સમયે તેનું સેવન કરો છો, તો તે તમને આખો દિવસ તાજગીથી ભરપૂર રાખે છે અને સાથે જ લાંબા સમય સુધી યુવાની જાળવવામાં પણ મદદ કરશે.

Image Source

એન્ટી એજીંગ આહાર શરીરને અંદરથી પોષણ આપે છે અને તમારા શરીર પર વધતી ઉંમરના લક્ષણો દેખાવા નથી દેતા. તો ચાલો જાણીએ કે ક્યા એન્ટી-એજીંગ આહારનું સેવન આપણા માટે ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

Image Source

– કેન્સર સામે લડે છે બ્રોકોલી

બ્રોકોલી એ એક પ્રકારનું સુપરફૂડ છે. બ્રોકોલી ઘણા રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને સૌથી ગંભીર કેન્સરમાં, બ્રોકોલીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બ્રોકોલીમાં બીટા કેરોટિન અને આઇસોથિયોસાયનેટ નામના પોષક તત્વો હોય છે. જેના કારણે બ્રોકોલી કેન્સરને અટકાવવામાં મદદ કરે છે અને એટલે જ બ્રોકોલીને એન્ટી એજીંગ ફૂડમાં શામેલ કરવામાં આવે છે.

Image Source

– રોગપ્રતિકારક શક્તિ વધારે લીંબુ-સંતરા

મોટાભાગની રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તમે ઓછા માંદા પડશો. ઉપરાંત, જો તમે બીમાર પડો છો, તો તમને ઝડપી રિકવરીમાં પણ ઘણો ફાયદો મળે છે. નારંગીનું સેવન તમારા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિટામિન સીથી ભરપૂર ફળો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સંતરા, મોસંબી અને લીંબુ વગેરે એલર્જીથી બચવા અને ત્વચામાં કસાવ લાવવા માટે વિટામિન સીના ઉત્તમ સ્રોત છે. સંતરામ બાયોફ્લેવોનોઈડ્સ અને લાઇમોનિન પણ હોય છે.

Image Source

– દાડમમાંથી મળે છે હિમોગ્લોબીન

એનિમિયા એટલે કે જ્યારે શરીરમાં લોહીની કમી હોય ત્યારે દાડમ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે. તેમાંથી મળતા સુક્ષ્મ પોષકતત્ત્વો શરીરના આંતરિક અવયવોને મજબુત બનાવે છે. દાડમ વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરીને શરીરના ડીએનએમાં ઓક્સિડેશનને ધીમું કરે છે. આ ખાવાથી તમે ચમકદાર અને સ્વસ્થ ત્વચા મેળવી શકો છો. એટલા માટે તમારે દરરોજ દાડમનું સેવન કરવું જોઈએ.

Image Source

– ફણગાવેલા અનાજ છે ત્વચા માટે ફાયદાકારક

વધતી ઉંમરની ગતિ ઘટાડવા માટે ફણગાવેલા અનાજ એક સારો વિકલ્પ છે. ફણગાવેલા અનાજનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. ફણગાવેલા અનાજથી ત્વચામાં કસાવ આવે છે. તેમાંથી મળતા બીટા કેરોટિન, આઇસોથિયોસાયનેટ (જે મોટા ભાગે બ્રોકોલીમાં મળે છે) કેન્સરને રોકવામાં મદદ કરે છે. તેમના નિયમિત સેવનથી વ્યક્તિ જીવનભર યુવાન દેખાય છે.

Image Source

– ગ્રીન ટી છે ફાયદેમંદ

ગ્રીન ટી એન્ટીઓકિસડન્ટથી ભરપુર હોય છે. તેનો અનેક રીતે ફાયદો થાય છે. કેટલાક લોકો વજનને નિયંત્રણમાં રાખવા અને પેટની ચરબી ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. આવી સ્થિતિમાં ગ્રીન ટીને એન્ટી એજીંગ ફૂડ પણ માનવામાં આવે છે. ગ્રીન ટીના સેવનથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ગ્રીન ટી કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમારે યુવાન દેખાવું હોય, તો પછી દિવસ દરમિયાન બે કપ ગ્રીન ટી પીવો.

Image Source

– પેટ સાફ રાખે ઓટ્સ

આરોગ્યની દ્રષ્ટિએ, તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે. આ કારણોસર, જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે, તેમની સમસ્યા દૂર થાય છે અને તેમની પાચન શક્તિ બરાબર રહે છે. તેમાં બીટાગ્લુકેન્સની હાજરી કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેમાં ઓમેગા 3 એસિડ્સ, ફોલેટ, પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ સારી માત્રામાં હોય છે જે કોષોને ક્ષીણ થતાં અટકાવે છે.

Image Source

– લસણ મટાડે હાઈ બ્લડપ્રેશર

લસણ એ ગુણોની ખાણ છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આને કારણે વ્યક્તિ અનેક રોગોથી સુરક્ષિત રહે છે. લસણ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદગાર છે. તે એન્ટી એજીંગ પ્રક્રિયામાં પણ મદદરૂપ થાય છે.

Image Source

– હૃદય અને મગજ માટે નટ્સ

નટ્સ દરેક પ્રકારે સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે છે. અખરોટમાં હાજર વિટામિન ઈ ટોકોફેરલના રૂપમાં મળે છે જે હૃદય માટે લાભદાયક હોય છે. બદામ મગજની ક્ષમતા વધારવામાં સહાયક હોય છે અને આંખોની દ્રષ્ટિ માટે પણ લાભદાયક હોય છે. મગફળીમાં વિટામિન બી, ઈ અને મેન્ગેનીઝ મળી આવે છે.

Image Source

– ઈંડા

એક અભ્યાસ અનુસાર, ઈંડા ખાવાથી આપણું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું બની રહે છે. એમાં કેટલાક પ્રકારની ચરબી મળી આવે છે જે શરીરના કામકાજ પર અસર કરે છે. એમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ બધું જ સારી માત્રામાં હોય છે. એના નિયમિત સેવનથી ત્વચાથી લઈને ઉર્જા માટે પણ ફાયદાકારક રહે છે.

Image Source

– સોયા

સોયાબીન, સોયાનો લોટ, સોયા મિલ્ક વગેરે ઓછી ચરબી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. સોયામાં જેનિસ્ટિન હોય છે, જે વિશેષ પ્રકારના કેન્સરના દરને ઓછું કરવાના કારક તરીકે જોવામાં આવે છે. આ શરીરને યુવાન અને સ્વસ્થ બનાવી રાખે છે.

Image Source

– દહીં

દહીંમાં કેટલાય પ્રકારના પોષક તત્વો મળે છે, જેમ કે દહીંમાં જીવિત બેક્ટેરિયા હોય છે જે પાચનમાં મદદ કરે છે. કેલ્શિયમનો સારો સ્ત્રોત હોવાના કારણે આ ઓસ્ટીયોપોરોસીસથી બચાવે છે અને ત્વચાને યુવાન બાવીને રાખે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.