આ 7 અભિનેત્રીઓ સુપરહિટ ફિલ્મોથી કર્યુ ડેબ્યુ, હવે કોઇ નાખતુ નથી ઘાસ, જુઓ તસવીરો

એક જમાનામાં હિટ ફિલ્મથી રાતો-રાત બની ગઇ હતી સુપરસ્ટાર, હવે કોઇ નાખતુ નથી ઘાસ, જુઓ તસવીરો

બોલિવુડમાં એન્ટ્રી લેનાર બધા કલાકારના મનમાં એક સપનું હોય છે કે તેની પહેલી ફિલ્મથી તેને ભરપૂર શોહરત મળે. જો કે બધાનું નસીબ આવું નથી હોતું કે તેની પહેલી ફિલ્મથી જ તેને ઓળખ મળે. ત્યાં જ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશુ જેમણે એન્ટ્રી તો શાનદાર કરી અને બ્લોકબસ્ટર ફિલ્મે તેમને રાતો-રાત સ્ટાર બનાવી દીધા, પરંતુ તે બાદ આજ સુધી તેમની પાસે કોઇ કામ આવ્યુ નથી.

1.શમિતા શેટ્ટી : વર્ષ 2000માં રીલિઝ થયેલ મલ્ટી સ્ટારર ફિલ્મ “મોહબ્બતેં”થી શમિતા શેટ્ટીએ તેના કરિયરની શરૂઆત કરી હતી. તેનો બોલ્ડ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. તે બાદ તેણે “સાથિયા” અને “મેરે યાર કી શાદી હે” જેવી ફિલ્મોમાં નાનો રોલ કર્યો હતો. તે બાદ તે એક બિઝનેસ વુમન તરીકે કામ કરી રહી છે.

2.મિનિષા લાંબા : પહેલી ફિલ્મ “યહાં” માટે જાણિતી મિનિષા લાંબા ફિલ્મોથી જલ્દી ગાયબ થઇ ગઇ. અભિનેત્રીને છેલ્લે ‘બિગબોસ 8’માં જોવામાં આવી હતી. જે બાદ તેણે લોન્ગટાઇમ બોયફ્રેન્ડ રયાન થામ સાથે લગ્ન કરી લીધા. તે બાદ તેણે “હનીમુન ટ્રાવેલ્સ પ્રા. લિમિટેડ” અને “બચના એ હસીનો” જેવી ફિલ્મોમાં નાનો રોલ કર્યો. અભિનેત્રી આ દિવસોમાં સિંગલ છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

3.પ્રીતિ ઝંગિયાની : મલ્ટીસ્ટારર ફિલ્મ “મોહબ્બતેં”માં પ્રીતિની ક્યુટનેસે બધાનું દિલ જીતી લીધુ હતુ. પરંતુ તે બાદ તેને કોઇ મોટી ફિલ્મ મળી નહિ. વર્ષ 2008માં તેણે પરવીન ડબાસ સાથે લગ્ન કરી લીધા. તે હવે તેના પરિવાર સાથે બાંદ્રામાં રહે છે.

4.રિમી સેન : રિમી સેને વર્ષ 2003માં “હંગામા” સાથે શરૂઆત કરી હતી. તે બાદ તે “બાગબાન” “ધૂમ” “ગોલમાલ : ફન અનલિમિટેડ” “દીવાને હુએ પાગલ” જેવી ફિલ્મોમાં જોવા મળી. તે બિગબોસમાં પણ જોવા મળી છે.

5.કોઇના મિત્રા :  કોઇના મિત્રાએ વર્ષ 2002માં રીલિઝ થયેલ ફિલ્મ “રોડ”થી તેના કરિયરની શરૂઆત કરી હતી. કોયનાને બોલિવુડની હોટ ગર્લ્સમાં ગણવામાં આવતી, પરંતુ તેની ફિલ્મ અને આઇટમ નંબર સાકી સાકી ઉપરાંત તેના ખાતામાં કઇ ના આવ્યુ.

6.અંતરા માલી : અંતરા માલીએ વર્ષ 2002માં “કંપની” અને “રોડ” ફિલ્મથી બોલિવુડમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2009માં લગ્ન કરી લીધા અને પરિવાર સાથે મુંબઇમાં રહેવા લાગી. લગ્ન બાદ અભિનેત્રીએ તેનું બધુ ધ્યાન પરિવારને આપવાનું શરૂ કરી દીધુ. તેને છેલ્લે “નાચ” અને “મિસ્ટર યા મિસ”માં જોવામાં આવી હતી.

7.અનુ અગ્રવાલ : વર્ષ 1990માં રીલિઝ થયેલ ફિલ્મ “આશિકી”ની ધૂન તો આજે પણ બધાને યાદ હશે. આ ફિલ્મે અનુ અગ્રવાલને રાતો-રાત સ્ટાર બનાવી દીધી હતી. પરંતુ એક એક્સીડેંટે અનુ અગ્રવાલના જીવનને તબાહ કરી દીધો. આ ફિલ્મ બાદ તે કોઇ પણ હિટ ફિલ્મમાં જોવા મળી નથી.

Shah Jina