બ્લોકબસ્ટર ફિલ્મ “પુષ્પા”માં આ હિરોઇન બની છે ખૂંખાર મહિલા, અસલ જીવનમાં લગાવે છે ગ્લેમરનો તડકો

“પુષ્પા” ની ખૂંખાર રોલ નિભાવનાર અભિનેત્રી અસલ જીવનમાં દેખાય છે અત્યંત બોલ્ડ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ “પુષ્પા” આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મની વાર્તાથી લઈને ગીત સુધી ઘણા જ ચર્ચામાં છે. જો કે, જે પાત્રએ બધાનું ધ્યાન ખેંચ્યું તે છે ફિલ્મની ભયાવહ વિલન, અનસૂયા ભારદ્વાજ. ફિલ્મમાં તેનો રોલ ભલે નેગેટિવ રહ્યો હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે.અનસૂયા ભારદ્વાજે ફિલ્મમાં દક્ષિણાયનીની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ આ ફિલ્મમાં ખૂબ જ પડકારજનક ભૂમિકા ભજવી છે, જેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

ફિલ્મ ‘પુષ્પા’માં અનસૂયા ભારદ્વાજ એક ખૂંખાર મહિલાના રોલમાં જોવા મળી છે.ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે અનસૂયા ભારદ્વાજ એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યાં ખૂન ખરાબી સામાન્ય છે. જોકે વાસ્તવિક જીવનમાં અનસૂયા ભારદ્વાજ સાવ અલગ છે. એટલે કે તે બિલકુલ વિલન ટાઈપની નથી. તસવીરમાં તમે જોઈ શકો છો કે અનસૂયા ભારદ્વાજ કેટલી સુંદર અને ગ્લેમરસ છે.તેને જોઈને કોઈ માની નહીં શકે કે આ એ જ અનસૂયા ભારદ્વાજ છે, જે પોતાના જ પતિને મારી નાખવાની શક્તિ ધરાવે છે.

ઈન્સ્ટાગ્રામ પર અનસૂયા ભારદ્વાજની એકથી એક તસવીરો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અનસૂયા ભારદ્વાજ, જે આ ફિલ્મમાં ચંદન તસ્કરીના વડાની પત્નીનો રોલ કરી રહી છે. તેણે પોતાની નાનકડી ભૂમિકાથી આખી વાર્તામાં રસપ્રદ વળાંક લાવ્યો હતો. જો તમે ‘પુષ્પા’ જોઇ હશે, તો તમે તેના પાત્રને સારી રીતે જાણતા હશો, જે અલ્લુ અર્જુનના કટ્ટર હરીફ દાણચોર કોંડા રેડ્ડીની પત્નીની ભૂમિકામાં છે. અભિનેત્રીએ ફિલ્મમાં ખૂબ જ પડકારજનક ભૂમિકા ભજવી છે.

પુષ્પામાં, ડેશિંગ અલ્લુ એક ગામડાના દાણચોરના દેશી ગેટઅપમાં જોવા મળ્યો હતો, ત્યાં અનસૂયા ખૂંખાર મહિલાના પાત્રમાં જોવા મળી હતી. તે તેના ભાઈના મોતનો બદલો લેવા તેના પતિને પણ મારી નાખે છે. જો કે, અનસૂયા ભારદ્વાજ રિયલ લાઈફમાં સંપૂર્ણપણે અલગ અને એકદમ ગ્લેમરસ છે.

38 વર્ષની ટીવી એન્કર અને સહાયક અભિનેત્રી ફિલ્મોમાં તેની નાની ભૂમિકાઓ એટલે કે કેમિયો ભૂમિકાઓ સાથે અભિનયની અસર છોડવા માટે જાણીતી છે.અનસૂયા ભારદ્વાજ તેના એક નિવેદનને લઈને ચર્ચામાં આવી હતી. એક યુઝરે તેને સોશિયલ મીડિયા પર અપમાનજનક સવાલ પૂછ્યો હતો, જેનો અનસૂયાએ એવો જવાબ આપ્યો કે તેણે યુઝરનું બોલવાનું બંધ કરી દીધું. અભિનેત્રીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર યુઝર અને તેના વચ્ચેની વાતચીતના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા હતા.

અક્કા એટલે બહેન કે કાકી ? આનો યોગ્ય જવાબ આપતા અભિનેત્રીએ લખ્યું કે, કોઈ નહીં. તમે મને સારી રીતે ઓળખતા પણ નથી… આ નામ એજ શેમિંગ છે.. આવા પ્રશ્નો પૂછવાથી તમારો ઉછેર છતી થાય છે. અનસૂયાને પણ યુઝર દ્વારા ‘અક્કા’ પસંદ ન આવી અને તેણે તેને એજ શેમિંગ પણ ગણાવી. નેટીઝને વધુમાં કહ્યું કે અભિનેત્રીએ વખાણ પણ ન સ્વીકારવા જોઈએ.

યુઝરના નિવેદનના જવાબમાં તેણે કહ્યું, ‘ઈરાદાની બાબતો.. મને ખાતરી છે કે તમે સારી રીતે જાણો છો કે હું શું કહેવા માંગુ છું.’ તેણે કહ્યુ કે નકારાત્મક ટિપ્પણીઓ અને ટ્રોલ્સ પહેલા તેને અને પરિવારને અસર કરતા હતા, પરંતુ હવે નહીં કારણ કે દરેક ‘મજબૂત બની રહ્યા છે’… અનસૂયાએ એમ પણ કહ્યું કે તે કર્મમાં માને છે.

Shah Jina