મનોરંજન

આ છે મુકેશ અંબાણીનો હેન્ડસમ ભત્રીજો, માતા ટીના અંબાણીએ આ અંદાજમાં કર્યું 24 વર્ષના લાડલાને બર્થડે વિશ

લક્ઝરી કારથી લઈને પ્લેન કલેક્શન સુધી, આ શોખના કારણે ચર્ચિત છે અનિલ અંબાણીનો દીકરો જય અંશુલ

જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણી વારંવાર ચર્ચામાં રહે છે. ટીના બૉલીવુડ એક્ટ્રેસ હતી તેને ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. બૉલીવુડની જાણતી એક્ટ્રેસ રહી ચુકેલી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા બાદ અનિલ અંબાણીને 2 દીકરા છે. જય અનમોલ અને જય અંશુલ.

Image source

ટીના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તે ફેન્સ સાથે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. આ ખાસ દિવસે ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. હાલમાં જ ટીના અંબાણીએ દીકરા સાથેની તસ્વીર શેર કરીને બર્થડે વિશ કર્યું હતું. આ તસ્વીરમાં માતા-પુત્રનો પ્રેમ જોઈ શકાય છે. આ સાથે જ તસ્વીરમાં ટીના અંબાણીનો પૂરો પરિવાર નજરે આવી રહ્યો છે.

Image source

ફોટો શેર કર્યા પછી તેણે કેપ્સનમાં લખ્યું હતું કે, પરિવારનો બાળક અને પરિવારનો ખજાનો. એક ઉજ્જવલ, ચમકતો, સંવેદનશીલ યુવાન, જે એક તર્ક પછી પહેલી વાર બન્યો છે. તમારી આસપાસની દરેક પ્રત્યેની તમારી સહાનુભૂતિ અને સમજ એ આપણા બધા માટે પાઠ છે. તમારા આસપાસના બધા માટે સહાનુભૂતિ અને સમજ આપણા માટે એક શબક છે.

Image source

જય અંશુલ તેની લાઈફ સ્ટાઇલને લઈને જાણીતો છે. 24 વર્ષનો જય અંશુલ ધાર્મિક સ્વભાવના છે. તે તેના પિતરાઈ ભાઈ-બહેન આકાશ, અનંત અને ઈશાથી ઘણો નજીક છે. જય અંશુલ ઘણી વાર પાર્ટી કરતો જોવા મળે છે. ધંધાને કારણે ભલે મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે દરાર પડી હોય પરંતુ તેના બાળકો પર તેની કોઈ અસર નથી પડી. જયને એકલું જ રહેવું પસંદ છે. તે કેમેરા સામે ઘણો ઓછો જોવા મળે છે.

Image source

મ્યુઝિકના શોખીન જય અંશુલનને લકઝરી કાર કલેક્શનનો શોક છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની પાસે મર્સીડીઝ GLK350, Lamborghini Gallardo, રોલ્સ રોયસ ફૈટમ, Range Rover Vogue જેવી ગાડીઓ છે. અંશુલ વારંવાર આ કારમાં ફરતો નજરે ચડે છે.

Image source

ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી હાંસિલ કરનારા જય અંશુલને મોંઘી ચીજો પર પૈસા ખર્ચ કરવા માટે ઓળખવામાં આવે છે.

Image source

તેના ઘણા શોખમાંનો એક વિશિષ્ટ શોખ પણ છે, તે પ્લેન કલેક્શનનો. ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલમાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં કામ કરનાર અંશુલ પાસે Bombardier Global Express XRS પ્લેનથી લઈને Bell 412 હેલીકૉપટર, Falcon 2000 અને alcon 7X જેટ છે. જેમાં તે ટ્રાવેલ કરે છે.

Image source

જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન બંને દીકરાઓએ પિતા અને માતા સાથે ઘરે ઘણો સમય પસાર કર્યો હતો. આ દરમિયાન તેણે પાપા અનિલ અંબાણીનું હેરકટ પણ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.