રસ્તા પર ફૂલો વેચી રહેલી મહિલાની સ્માઈલે જીત્યા લાખો લોકોના દિલ, હકીકત સામે આવતા જ ભડકી ઉઠ્યા લોકો, જુઓ વીડિયો

ગરીબની જેમ રસ્તા પર હાથમાં ગુલાબ લઈને વેચી રહી હતી આ મહિલા, પણ પોલ ખુલતા જ લોકોએ બરોબરની સંભળાવી, અસલમાં જુઓ કેવી દેખાય છે

આપણે રોજ રસ્તા પરથી પસાર થતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકો અલગ અલગ વસ્તુઓ વેચતા હોય છે. આ લોકોમાં ઘણા પુરુષો, યુવાનો અને બાળકો પણ સામેલ હોય છે. તો કેટલીક મહિલાઓ અને છોકરીઓ પણ ટ્રાફિક સિગ્નલ પર કે બજારમાં કેટલોક સામાન વેચતી નજર આવતી હોય છે. ઘણીવાર આવા લોકોના ચહેરા પર એક નિર્દોષ સ્મિત જોવા મળે છે, જેને જોઈને આપણું હૈયું પણ ભરાઈ આવે. ત્યારે હાલ એવી જ એક મહિલાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

છેલ્લા થોડા દિવસથી આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો અને લોકો પણ તેને મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે ડાર્ક સ્કિન વાળી યુવતી રસ્તા પર આવતા જતા લોકોને ફૂલો વેચી રહી છે. તેની સ્કિન ડાર્ક હતી પરંતુ તેના ચહેરા પર જે સ્મિત હતું એ જોઈને કેટલાય લોકોના દિલ પીગળી ગયા હતા અને તેના વિશે જાણવા પણ માંગતા હતા. પરંતુ જયારે તેની હકીકત સામે આવી ત્યારે લોકો પણ હેરાન રહી ગયા હતા.

વાયરલ થતા વીડિયોમાં યુવતીને જોઈને લોકો તે કોઈ ગરીબ યુવતી હશે અને આ રીતે ફૂલો વેચીને કમાણી કરતી હશે તેમ માનતા હતા, પરંતુ હવે તેની હકીકત જાણીને લોકો ગુસ્સે ભરાઈ રહ્યા છે. કારણ કે આ યુવતી કોઈ રસ્તે ફૂલો વેચનારી યુવતી નહોતી પરંતુ એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હતી. ઇન્સ્ટાગ્રામ પર જ તેના 3 લાખ 37 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે. જેને લોકો ફૂલવાળી સમજી રહ્યા હતા તે અસલમાં એક મોડલ નીકળી.

વીડિયોમાં તેનો અભિનય પણ દિલ જીતી લેનારો હતો. એક હાથમાં ઘણા બધા ગુલાબ અને ભારતના ઝંડા લઈને રોડ પર આવતા જતા લોકોને તે આ સામાન વેચી રહી હતી, તેને રોડ પર જે રીતે લોકો સામાન વેચવા માટેના કપડાં પહેરે છે અને જે રીતે થેલો લગાવે છે એમ જ લગાવ્યા હતા અને તેનો લુક પણ એવો જ બનાવ્યો હતો. જેના બાદ તેના વીડિયોને કરોડો લોકોએ જોયો હતો.

આ મોડેલે પોતાના ચહેરા પર એવો મેકઅપ કર્યો હતો જેના કારણે તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ હતી અને એટલે જ લોકોને પણ લાગ્યું કે આ કોઈ હકીકતમાં ફૂલો વેચનારી છે, જેના કારણે તેના વીડિયોને ધડાધડ શેર કરવા લાગ્યા હતા, પરંતુ જયારે આ મોડલની હકીકત સામે આવી ત્યારે લોકોને પણ આંચકો લાગ્યો.

વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનું નામ અંશા મોહન છે અને આ વીડિયો વાયરલ થયા બાદ હવે લોકો તેની આલોચના પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ દ્વારા તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ગરીબ લોકોની ઓળખ લઈને આ લાઈક અને વ્યૂઝ મેળવવા માંગે છે. તો ઘણા યુઝર્સ દ્વારા એમ પણ કહેવામા આવ્યું કે આખરે આવું કરીને તે સાબિત શું કરવા માંગે છે ?

અંશા મોહનની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેના લગભગ દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળે છે, જ્યારે તસવીરોને પણ હજારો લાઈક્સ મળે છે. અંશાના ફોલોઅર્સ તેની તસવીરો અને વીડિયોને ખુબ જ પસંદ કરે છે અને પોસ્ટ થતા જ તેમાં લાઈક અને કોમેન્ટ કરવા લાગે છે.

અંશા મોહનને ફેન્સ પહેલાથી જ ફેન્સી અને ચમકદાર કપડામાં જોઈ ચૂક્યા છે અને લોકો તેના આ નવા ફોટોશૂટને પસંદ પણ કરી રહ્યા છે. લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અંશા મોહને આ ફોટોશૂટનો પહેલો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 16 ઓગસ્ટે પોસ્ટ કર્યો હતો. બીજી બાજુ તમે તેનો સામાન્ય ફોટો જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by ANSHA MOHAN (@ansha_mohan)

શેરીઓમાં ફૂલ વેચતી ગરીબ મહિલા તરીકે અંશા મોહનનું ફોટોશૂટ હિટ રહ્યું હતું. તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર લાગે છે. કેટલાક લોકોએ અંશા મોહનનું ફોટોશૂટ અને તેની વાસ્તવિક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને પૂછ્યું છે કે આવું કોણ કરે ? કોમેન્ટમાં કેટલાક લોકોએ તેને ‘ગાંડપણ’ ગણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by ANSHA MOHAN (@ansha_mohan)

અંશા મોહનની રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. ગરીબ છોકરી વાળી એક રીલને 37.9 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ જ ફોટોશૂટની બીજી રીલને 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અંશા મોહનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરીએ તો દેખાય છે કે ‘બ્લેક ફ્લાવર ગર્લ’ તરીકે સૌથી વધુ લાઇક્સ મેળવી છે. અંશાએ રંગને ઘાટો કરીને ફોટોશૂટ કરવા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Niraj Patel