ખબર

વડોદરામાંથી સામે આવ્યો વધુ એક લવ જેહાદનો કિસ્સો, 10માં ધોરણમાં ભણતી 15 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખેતરમાં લઈ જઈને…..

વડોદરામાં લવ-જેહાદ: મુસ્લિમ યુવકે સગીરા જોડે જે કર્યું એ જોઈને રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી લવ જેહાદના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ એક ખબર વડોદરામાંથી પણ સામે આવી રહી છે. જ્યાં એક 10માં ધોરણમાં ભણતી 15 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિત અનુસાર છાણી વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને 20 વર્ષના મિકેનિક વિધર્મી યુવકે 23 મહિના સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું અને કિશોરીનું અપહરણ કરીને પોતાના વતન બિહાર પણ લઇ ગયો હતો. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની ધરપકડ કરી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

તો આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે શહેરના છાણી વિસ્તારમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરી ચૂકેલી 15 વર્ષીય સગીરાએ મૂળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે “અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

ત્યાર બાદ અમાનતુલ્લાહે તેને 3 મહિના પહેલાં લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે ત્યાં દુષ્કર્મ કર્યું હતું.”

આ ઉપરાંત ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમાનતુલ્લાહ દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી અમાતુલ્લાહ 20 વર્ષનો છે અને તે મૂળ બિહારના દરભંગાનો છે. થોડા સમયથી તે રણોલી વિસ્તારમાં મિકેનિકનો વ્યવસાય કરતો હતો. ત્યાં જ તેણે સગીરાને જોઇ હતી જે બાદ તેને વાતોમાં ફસાવી હતી. ગઇ તા.2જી જૂને સાંજે તેણે પીડિતાનું અપહરણ કર્યું હતું

અને ત્યારબાદ તે બે દિવસે દરભંગા ખાતેના વતનમાં પહોંચ્યો હતો. અમાતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તેના ભાઇએ તત્કાળ તેને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.