BIG NEWS: યુક્રેન યુદ્ધમાં વધુ એક ભારતીયનો ભોગ લેવાયો…પંજાબના રહેવાશી ચંદન જિંદાલનું થયું નિધન

રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જરા પણ પાછળ હટે તેમ દેખાતું નથી. રશિયાએ કરેલા એટેકનો યુક્રેન જડબાતોડ જવાબ આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ રશિયાના પક્ષે થયેલી ખુવારીના જે આંકડા જાહેર કર્યાં તે ખરેખર ધ્રુજાવનારા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના છેલ્લા છ દિવસના યુદ્ધમાં 211 રશિયન ટેન્કોનો નાશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, 862 બખ્તરબંધ વ્યક્તિગત વાહનો, 85 આર્ટિલરી પીસ અને 40 એમએલઆરએસ નાશ થયો છે. રશિયાએ પણ આ વૉર્મ ઘણી નુકશાની સહન કરી છે.

આ યુદ્ધ યુદ્ધ જાહેર થતાં આપણા ઘણા ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આથી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ મિશનને લીધે ઘણા વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારતના અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.

વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે યુક્રેનમાં ભણતા કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું ત્યાં બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચંદન ત્યાં 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં એડમિટ હતો અને તેને વધુ સારવારની જરૂર હતી પણ યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે તેને વધુ સારવાર મળી ન શકી અને દુનિયાને અલવિદા કહ્યું.

YC