ઉર્વશી સોલંકીનો હજુ ગરબાનો વિવાદ તો શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદિત નિવેદન આપ્યું, તરણેતરના મેળાને કહ્યો પરણેતરનો મેળો, જુઓ

નવરાત્રીના ગરબામાં સેટિંગ કરવાના વિવાદિત નિવેદન બાદ ઉર્વશી સોલંકીનો વધુ એક વીડિયો વાયરલ, કહ્યું, “તરણેતરનો મેળો એ  તરણેતરનો મેળો નહિ પરંતુ પરણેતરનો મેળો છે !”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Another Controversy of Urvashi Solanki : ગુજરાતમાં હાલ નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી પૂર્ણ થયો છે. નવરાત્રીના નવ દિવસ અને ઘણી જગ્યાએ તો દશેરાના દિવસે પણ ગરબા યોજાયા અને તેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમતા જોવા મળ્યા. આ બધા વચ્ચે જ અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા એક વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું જેને લઈને સમગ્ર ગુજરાતમાં હોબાળો પણ મચી ગયો હતો. ઉર્વશીએ નવરાત્રીમાં ગરબાને લઈને નિવેદન આપતા જણાવ્યું કે “ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ.”

નવરાત્રીના નિવેદનને લઈને થયો હતો વિવાદ :

ત્યારે આ મામલે ખુબ જ વિવાદ થયો જેના બાદ તેને પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, ” હું હિંદુ ધર્મને સાથે લઈને ચાલનારી વ્યક્તિ છુ, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે.” હજુ તો આ વિવાદ શમ્યો નહોતો ત્યાં જ વધુ એક વિવાદ ઉભો થયો છે. જેમાં ઉર્વશી સોલંકી તરણેતરના મેળાને લઈને વિવાદિત નિવેદન આપી રહી છે. તેને તરણેતરના મેળાને પરણેતરનો મેળો ગણાવતા લોકો ફરી તેના પર ગુસ્સે ભરાયા છે અને તેના આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.

તરણેતરના મેળાને લઈને આપ્યું વિવાદિત નિવેદન :

ઉર્વશીએ તરણેતરના મેળાને લઈને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “તરણેતરનો મેળો એ તરણેતરનો મેળો નહિ પરંતુ પરણેતરનો મેળો છે. આ મેળામાં છોકરો છત્રી લઈને પોતાની જીવનસંગિનીને શોધતો હોય છે. જો એને કોઈ છોકરી પસંદ આવે તો પરિવારની પરમીશનથી એ લોકો મંદિર પાછળ જઈને એકબીજા સાથે જીવનભર રહેવાનું વચન આપે છે.” ઉર્વશી પોતાને મા દુર્ગાની ભક્ત પણ ગણાવે છે અને પોતાના શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા હોવાનું પણ જણાવી રહી છે.

પોતાને મા દુર્ગાની ભક્ત કહી :

ગરબાના વિવાદિત નિવેદન બાદ તેને જણાવ્યું હતું કે, “હું પણ મા દુર્ગાની ભક્ત છું, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે. મે કહ્યુ હતુ ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. મે મારા શબ્દોમાં વેલેન્ટાઈનની નિંદા કરી છેઃ. મે કહ્યુ હતુ નવ દિવસ રમ્યા તો ગરબા જ રમ્યા એમાં શુ ખરાબ બાબત છે ? નવરાત્રીમાં સમાજના બધા લોકો એકઠા થતા હોય છે. માતા-પિતા છોકરીઓને કહેતા હોય છે કે કોઈ સારો છોકરો મળે તો કે જે, સેટિંગ શબ્દ કહેવામાં મારો ભાવ ક્લિઅર હતો. મા દુર્ગાની સાક્ષીએ પવિત્ર બંધનમાં બંધાવ તો ખોટુ શુ ? આ આજના જમાના પ્રમાણે સહજ વાતો છે. મે સ્ટેજ પરથી રમૂજ રીતે કહ્યુ હતુ.”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel