ખબર

હાશ…. ગુજરાતની અંદર હવે લોકડાઉનમાં મળી ગઈ આંશિક છૂટછાટ, જુઓ રૂપાણી સરકાર દ્વારા નવી ગાઈડલાઈમાં શું કહેવામાં આવ્યું

ગુજરાતની અંદર વક્રી રહેલા કોરોનાના કારણે રાજ્યમાં રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના 36 શહેરોમાં નાઈટ કર્ફયુ અને કેટલાક પ્રતિબંધો પણ લાદવામાં આવવ્યા હતા. જેની મુદ્દત આજે સમાપ્ત થઇ રહી હતી.

ત્યારે કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હવે આ મીની લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે. હવે આવતી કાલથી લારી ગલ્લા વાળા સવારે 9 વાગ્યાથી લઈએં 3 વાગ્યા સુધી પોતાના રોજગાર ચલાવી શકશે.

ગુજરાતની અંદર આ આંશિક લોકડાઉન 28 મે સુધી લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ પરિસ્થિતિ અનુસાર આગળની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદર કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે રૂપાણી સરકાર દ્વારા લારી ગલ્લા વાળાને ખોલવાની છૂટછાટ આપી દીધી છે.

આ અઠવાડિયાના ડ્યુરેશનમાં શું શું બંધ રહેશે એની જાણકારી રાજ્ય સરકારે આપી છે. શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો , મુવી થિયેટરો, ઓડીટોરીયમ, જાહેર બાગ-બગીચા, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ , મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, ઉપરાંત બધા જ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.