લગ્ન કર્યા વગર જ સ્પિટ્સવિલા અભિનેત્રીએ આપ્યો બાળકને જન્મ, કહ્યુ, બોયફ્રેન્ડ ગર્ભપાત…

લગ્ન વગર જ મમ્મી બની ગઈ આ હિરોઈન, હવે કહ્યું- ગર્ભવતી હતી ત્યારે મારી પાસે ખાવાનાં પૈસા…જુઓ PHOTOS

ભારત જેવા દેશમાં સિંગલ મધર હોવું એ ઘણુ મુશ્કેલ છે. અહીં પોતાના મેરિટલ સ્ટેટસ વિશે આસપાસના લોકોને જણાવું પડે છે. એવામાં પોતાના બાળકની એકલા પરવરિશ કરવી એ ઘણુ મુશ્કેલ છે. ફિલ્મ અને ટીવી ઇંડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રી છે જે સિંગલ મધર છે.

પરંતુ અમે આજે અહીં અનમોલ ચૌધરીની વાત કરવા જઇ રહ્યા છે. અનમોલ ચૌધરી ડેટિંગ રિયાલિટી શો સ્પિલટ્સવિલાથી ફેમસ થઇ હતી. હાલમાં જ એક ન્યુઝ પોર્ટલ સાથે વાતચીતમાં તેણે પોતાના બાળકને પરિવાર અનેે બોયફ્રેન્ડના સપોર્ટ વગર રાખવાનો નિર્ણય કર્યો અને તેના મુશ્કેલ સફર વિશે પણ ખુલાસો કર્યો.

અનમોલ ચૌધરીએ તેની પ્રેગ્નેંસી વિશે કહ્યુ કે, જાન્યુઆરી 2020માં મને ખબર પડી કે હું પ્રેગ્નેટ છું. મારો પહેલો વિચાર મારા બાળકને રાખવા માટે ન હતો કારણ કે હું મારા બ્રેકઅપના દાયરાથી ગુજરી રહી હતી. મારા મિત્રો અને કાઉન્સેલર્સે મને કહ્યુ કે, બાળકને રાખવું એ સમજદારી નહિ હોય અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી કમજોર હતી. અનમોલે વધુમાં કહ્યુ કે, મારા બ્રેકઅપ બાદ હું ઘણી ઉદાસ હતી અને જીવવા ઇચ્છતી ન હતી. હું હંમેશા પ્રેમની શોધમાં રહેતી હતી. પરંતુ જે વ્યક્તિ સાથે મેં પ્રેમ કર્યો તેને મને છોડી દીધી, તો મેં વિચાર્યુ કે આ બાળક મારા માટે એટલું જ પ્રેમાળ હશે અને તેના માટે હું જીવીશ.

અનમોલે કહ્યુ કે, મને જાન્યુઆરીમાં પ્રેગ્નન્સી વિશે જાણ થઈ હતી અને માર્ચથી જૂન સુધી લોકડાઉન હતું. મારી પાસે માત્ર 60 હજાર રૂપિયા હતા, અને આ રૂપિયામાંથી મારે ઘરનું ભાડું,મેડિકલ ખર્ચા અને અન્ય ઘણા ખર્ચ પણ કાઢવાના હતા. તે બાદ મેં એક વેબસાઇટ બનાવી અને મારી ઓળખ જાહેર કર્યા વગર ‘સીક્રેટ સુપરમમ્મી’થી પેજ શરૂ કર્યુ અને કેમ્પેઇન ચલાવી 4 દિવસની અંદર પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા

હું એક રૂઢિવાદી પરિવારથી સંબંધ ધરાવું છું, એ માટે મારામાં તેમને જણાવવાની હિંમત ન હતી, પરંતુ કોઇ રીતે મેં મારી માતાને જણાવ્યુ, મારા પિતાને આ વાતની જાણકારી ન હતી. મારી માતા કાંપી રહી હતી અને મને એબોર્શન કરાવવા માટે કહ્યુ. પછીથી મેં તેમને કહ્યુ કે, હું તમને પૂછી નથી રહી પરંતુ જણાવી રહી છુ કે, હું પ્રેગ્નેટ છુ અને બાળકને પાળવાની છું.

તેણે કહ્યુ કે, જયારે મારા બોયફ્રેન્ડને પણ મારી પ્રેગ્નેંસી વિશે ખબર પડી તો તેણે પણ મને ગર્ભપાત કરાવવા માટે કહ્યુ હતુ. તે બાદ તે ડોક્ટર પાસે ગઇ અને બેબીના દિલની ધડકન સાંભળ્યા બાદ મેં તેને રાખવાનો નિર્ણય કર્યો. તેનો બોયફ્રેન્ડ તો તેને ગોળી આપવા લાગ્યો હતો, પરંતુ તેણે કહ્યુ કે મને કોઇ પણ એબોર્શન માટે મજબૂર નથી કરી શકતુ.

Shah Jina