શું અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણીએ કરી લીધી સગાઈ ? સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તસવીરો

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરીવાર હંમેશા ચર્ચામાં રહે છે, હમણાં જ મુકેશ અંબાણીએ પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો પહેલો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો, ત્યારે હવે ખબર આવી રહી છે કે તેમના ભાઈ અનિલ અંબાણીના દીકરાએ પણ સગાઈ કરી લીધી છે, જેની  ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીએ 12 ડિસેમ્બરના રોજ પોતાની જન્મ દિવસ ઉજવ્યો હતો. ટીના અંબાણીએ પોતાના દીકરાને શુભકામનાઓ આપતા સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરી હતી. પરંતુ હાલમાં અનમોલની સગાઈની વાત સામે આવી છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઇ કે તેની સગાઈ સાચે જ થઇ ગઈ છે.

ખબર આવી રહી છે કે જય અનમોલ અંબાણીએ કૃષા શાહ સાથે સગાઈ કરી લીધી છે. જયના મિત્ર અને અભિનેતા અરમાન જૈને ઇન્ટરનેટ ઉપર એક તસ્વીર શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં જય અનમોલ અંબાણી અને કૃષા શાહ પોતાની વીંટી બતાવતા નજર આવી રહ્યા છે.

અરમાન જૈન કરીના કપૂર ખાનનો ભાઈ અને અનમોલ અંબાણીનો સારો મિત્ર છે. અરમાને અણમોલનાં જન્મ દિવસ ઉપર પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે તસવીર શેર કરી હતી. તેને લખ્યું હતું કે શુભકામનાઓ @KYZAAA12 અને કૃષા. લવ યુ. ટીના અંબાણીની ભાણી અંતરા મોતીવાલા મારવાહ અને તેના પતિ અરમાન જૈનના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં દાવો કરવામાં આવ્યો છે કે કૃષા શાહની સગાઈ થઇ ગઈ છે.

આ તસવીરમાં અનમોલ તથા કૃષા ઘણાં જ સિમ્પલ કપડાંમાં જોવા મળે છે. આ સગાઈ અંગે અનિલ અંબાણીએ કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોનાના કેસ વધતા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. આથી જ સગાઈમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.

Niraj Patel