ભવ્ય જાનૈયા સાથે જય અનમોલ અને કૃષા શાહના થયા લગ્ન, વેડિંગ વેન્યુ પર વાજતે ગાજતે પહોંચ્યા દુલ્હે રાજા- જુઓ વીડિયો

ભારતીય ઈતિહાસના મહાન ઉદ્યોગપતિઓમાંના એક ધીરુભાઈ અંબાણીએ તેમના સ્વપ્નને સાકાર કરવા માટે ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ની સ્થાપના કરી હતી. ધીરુભાઈના અવસાનથી તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને વહુ નીતા અને ટીના અંબાણી કોકિલાબેનની સંભાળ લઈ રહ્યા છે.

અનિલ અને ટીના હાલમાં તેમના જીવનનો શ્રેષ્ઠ તબક્કો માણી રહ્યા છે કારણ કે તેમના મોટા પુત્ર અનમોલ અંબાણીએ તેની મંગેતર ક્રુશા શાહ સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની કેટલીક ઝલક સામે આવી છે. 31 ડિસેમ્બર 2021ના ​​રોજ ટીના અંબાણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની થવા વાળી વહુ કૃષા શાહ સાથેની પ્રથમ તસવીર શેર કરી હતી.

જય અનમોલ અને કૃષા શાહના લગ્ન 20 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સમારોહમાં થયા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જય અનમોલ અંબાણીએ તેમના લગ્નમાં લાઈટ ગ્રે રંગની શેરવાની પહેરી હતી. તેમજ કૃષા લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જાનમાં અંબાણી પરિવાર સાથે જય અનમોલના મિત્રો અને સંબંધીઓ જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

ઈશા અંબાણીએ બેબી પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. મુકેશ અંબાણીની બંને બહેનો એક જ રંગના ડ્રેસમાં જોવા મળી હતી. કૃષા અને જય અનમોલની સગાઈ ડિસેમ્બર 2021માં થઈ હતી. લગ્ન સ્થળને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. જય અનમોલ અને કૃષાના લગ્ન અનિલ અંબાણીના મુંબઈના બાંદ્રા સ્થિત પાલી હિલ આવાસ પર થયા હતા. પાલી હિલ બોલિવૂડ સ્ટાર્સના કારણે જાણીતી છે. અહીં સુનીલ દત્તથી લઈને દિલીપ કુમાર સુધીના ઘર છે.

આ લગ્નનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આમાં અનમોલે બ્રાઉન કલરની શેરવાની પહેરી છે. તે તેના પરિવાર સાથે ડાન્સ કરી રહ્યો છે. કેટલાક જાનૈયાઓએ કસ્ટમાઇઝ્ડ બ્લેક કલરની ટી-શર્ટ પહેરી હતી જેના પર ‘નો શીપ ઇન માય સર્કલ’ લખેલું હતું.

18 ફેબ્રુઆરી 2022એ તેમની મહેંદી સેરેમનીની સાથે પ્રી-વેડિંગ સેરેમની સાથે શરૂ થઈ હતી. જ્યારે કૃષા તેની મહેંદી સેરેમની માટે મલ્ટીકલર લહેંગામાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી તો અનમોલ પણ ઑફ-વ્હાઇટ કુર્તા-પાયજામામાં સુંદર લાગી રહ્યો હતો.

કૃષા શાહનો જન્મ મુંબઈમાં થયો છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો અને બાદમાં અમેરિકા અને યુકેથી અભ્યાસ કર્યો હતો. કેલિફોર્નિયામાંથી લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ ઇકોનોમીમાંથી સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. કૃષા તેના ભાઈ મિશાલ શાહ સાથે ડિસ્કો નામની કંપની ચલાવે છે. તે તેની CEO છે.

મુકેશ અંબાણી, નીતા અંબાણી, તેમની દીકરી ઈશા અંબાણી અને ધરુભાઇ અંબાણીની દીકરી દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારીએ પણ લગ્નમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન સહિત બોલિવૂડની કેટલીક હસ્તીઓ પણ હાજર રહી હતી.

સોશિયલ મીડિયાની તસવીરોમાં દુલ્હન કૃષા શાહ લાલ અને સોનેરી રંગના ભારે ભરતકામવાળા લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી હતી. કૃષાએ ડાયમંડ અને એમરાલ્ડ જ્વેલરી સાથે તેના દેખાવને પૂરો કર્યો હતો, જેમાં ચોકર, લાંબા નેકપીસ અને માંગ ટીકો લગાવ્યો હતો.

કૃષાએ ગ્લેમ મેકઅપ અને લાલ લિપસ્ટિક સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેમજ આઈવરી કલરની શેરવાનીમાં અનમોલ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. તેણે તેના લુકને સાફા અને દોશાલા સાથે કમ્પ્લીટ કર્યો હતો.

Patel Meet