ખબર

અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કુલમાં લાગી ભયાનક આગ, આટલા લોકો ફસાયા, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલ અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો છે.

આગ લાગવાની માહિતી મળવાની સાથે જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે.

કોઈ અગમ્ય કારણોસર આ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે કોઈ પણ વ્યક્તિને મોટી જાનહાનિ થઈ ન હતી. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે. તેથી વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા.

પાંચ માળની અંકુર ઇન્ટરનૅશનલ સ્કૂલમાંથી આજ્ઞા ગોતે ગોટા બહાર આવી રહ્યા હતા, આ આગની અંદર ૩-૪ મજૂરો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે… આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.

આગ લગાવની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈને બચાવ ગામગીરી સહીત આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. કોરોના કાળના કારણે ધોરણ 1થી 8ના બાળકો માટે સ્કૂલ બંધ છે.

આ આગની અંદર ૩-૪ મજૂરો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કોઈ વિદ્યાર્થી ફસાયા છે કે નહિ એ હાલ માં માહિતી નથી મળી, આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Video 1

Video 2

Vidoe 3