અંકલેશ્વરમાં 3-3 સંતાનના પિતા અને 19 વર્ષિય યુવતિનો મળ્યો તળાવમાંથી મૃતદેહ, કારણ જાણીને ધ્રુજી ઉઠશો

ગુજરાત રાજય સહિત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા લોકો આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કરતા હોય છે તો ઘણા લોકો માનસિક ત્રાસને કારણે આપઘાત કરતા હોય છે. યુવાન યુવતિઓ આજ કાલ પ્રેમના ચક્કરમાં આપઘાત કરતા હોય છે, જેના કિસ્સાઓ છેલ્લા કેટલાક સમયથી ઘણા વધી રહ્યા છે.

આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વરમાં ત્રણ સંતાનના પિતાએ પાર્લર સાથે કામ કરતી કુંવારી યુવતી સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ આપઘાત પ્રેમ સંબંધમાં કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. સુરતના માંગરોળના બોઇદ્રાની યુવતી જોડે બીજા ધર્મના યુવાનનો પ્રેમ સંબંધ હોવાની આશંકા સેવાઈ રહી છે.

યુવતિ કોસમડી ખાતે આવેલ અબ્બાસ અલ્લારખા ખલીફાના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. છેલ્લા દોઢ વર્ષથી સાથે કામ કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાકરોલના તળાવમાંથી બાંધેલી હાલતમાં યુવક યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના પરિવાર દ્વારા બે દિવસ અગાઉ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના માંગરોળના બોઇદ્રા ગામે રહેતી 19 વર્ષીય યુવતિ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના ૩૬ વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફાના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. અને અહીં કામ કરતા કરતા જ તેને પ્રેમ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

24 જાન્યુઆરીના રોજ સાંજે છ વાગ્યા સુધી યુવતી પરત ઘરે ન આવતા તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી અને જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે જીઆઇડીસી પોલીસે તપાસ કરતા અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું.

આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બંને ગાયબ થયેલ યુવક અને યુવતિના હાથ બંધાયેલ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા, જેની જાણ ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને કરી અને તે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્ને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે મોકલવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રાથમિક અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બને ના મૃતદેહ એકમેજ જોડે હાથ બાંધેલી હાલત માં મળી આવ્યા હતા.

Shah Jina