ફિલ્મી દુનિયા

અંકિતા લોખંડેના ઘરમાં આવી ડબલ ખુશી, ઘરે ટ્વીન્સ બાળકોના જન્મથી પરિવારમાં ઉત્સવનો માહોલ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે ખુબ જ ઊંડા દુઃખમાં હતી. પરંતુ હવે અંકિતાને ખુશીનું કારણ મળી ગયું છે. જેની પાછળનું કારણ છે તેના ઘરમાં આવેલા બે નાના મહેમાન. અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યા છે જેમાં તે બે નાના બાળકોને પોતાના ખોળામાં લઈને જોવા મળે છે. આ તસ્વીરની અંદર અંકિતા કેમેરા સામે જોઈને હસી રહી છે તો બંને બાળકો તેના ખોળામાં આરામથી સુઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

અંકિતા લોખંડે અને તેના કથિત બોયફ્રેન્ડ વિક્કી જૈનના ઘરે નાના પગલાં પડ્યા છે. પરંતુ આ અંકિતા અને વિકિના બાળકો નથી, કારણ કે એ બંનેના તો હજુ લગ્ન પણ નથી થયા. આ બંને બાળકો છે વિકિની બહેનના. વિકિની બહેને જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.આ સાથે જ અંકિતાએ બાળકોના આવવાની ખુશી પણ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

અંકિતાએ ફોટો શેર કરતા લખ્યું છે કે: “અમારો પરિવાર આજે ખુબ જ ખુશ છે. એક નવા જીવનની શરૂઆત થઇ છે. આ જોડિયા બાળકોના જન્મ સાથે અમારો પરિવાર વધુ અમીર બની ગયો છે. સ્વાગત છે અબીર અને અબીરા !”

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

સુશાંતની આત્મહત્યા બાદ આ પહેલી એવી ક્ષણ છે જયારે અંકિતા આટલી ખુશ છે. આ પહેલા તે સતત સોશિયલ મીડિયામાં પણ સુશાંત માટે ન્યાય માંગતી રહી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક પોસ્ટ શેર કરીને પણ તેને ઘણા ખુલાસા કાર્ય છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

અંકિતાએ હાલમાં જ સુશાંતની માતા સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તેને એમ પણ લખ્યું હતું કે “વિશ્વાસ કરો તમે બંને સાથે છો.” આ પોસ્ટમાં સુશાંતની બહેન શ્વેતાએ પણ કોમેન્ટ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.