આ છે એવી મહિલા IPS ઓફિસર, જેમની બહાદુરની ચર્ચાઓ આખા દેશમાં થઇ રહી છે, જંગલની તસવીરો થઇ વાયરલ

છત્તીસગઢના મહિલા આઇપીએસ અધિકારી અંકિતા શર્મા સોશિયલ મીડિયા ઉપર હાલમાં ખુબ જ ચર્ચામાં છે. આઇપીએસ અંકિતા શર્માની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે હાથમાં હથિયાર લઈને જંગલમાં પોતાના સાથીઓ સાથે મોરચો સાંભળતી નજર આવી રહી છે. અંકિતા ગળામાં ગમછો બાંધીને પણ જોવા મળે છે.

શિવાની વશિષ્ઠ નામની એક ટ્વીટર યુઝર્સ દ્વારા અંકિતાને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં ઘણા આઇપીએસ અધિકારીઓ સમેત બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડન દ્વારા પણ કોમેન્ટ કરવામાં આવી છે. શિવાનીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, “બસ્તરમાં પહેલીવાર નક્સલ ઓપરેશનની કમાન મહિલા IPSના હાથમાં ! અંકિતા મેમ એ વ્યક્તિ છે જે પોતે ઓફિસર બન્યા બાદ યુવાઓને પણ આગળ વધારવામાં કોઈ કસર નથી છોડતા. નાના બાળકોને પણ ખુબ જ પ્રેમ કરે છે મેડમ.”

રાયપુર સિટીના એસપી રહી ચૂકેલા મહિલા આઇપીએસ અધિકારી અંકિતા શર્માએને નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાના ASP બનાવવામાં આવ્યા છે. બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડને પણ તેમની ખુબ જ પ્રસંશા કરી છે. એટલું જ નહિ, રવીના ટંડને તેમને અસલી હિરોઈન પણ જણાવ્યા છે.

અંકિતા શર્મા 2018ની IPS બેચના ઓફિસર છે. તેમનો જન્મ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં થયો હતો. અંકિતા શર્મા UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે નિઃશુલ્ક ઑનલાઇન કોચિંગ શરૂ કરીને ચર્ચામાં આવ્યા હતા. અંકિતા શર્માને છત્તીસગઢની પ્રથમ મહિલા IPS અધિકારી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે.

2018ની UPSC પરીક્ષામાં અંકિતા શર્માએ 203મોં રેન્ક મેળવ્યો હતો, જ્યારે ત્રીજા પ્રયાસમાં તેમને સફળતા મળી હતી. અંકિતાને નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાની એએસપી બનાવવામાં આવ્યા છે. સરકારે તેમને ઓપરેશન બસ્તરની મહત્વની જવાબદારી સોંપી છે.

અંકિતા શર્માએ છત્તીસગઢના વહીવટી વિભાગમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તે એક દબંગ અને શક્તિશાળી પોલીસ અધિકારી માનવામાં આવે છે. અંકિતા શર્મા ખૂબ જ સક્રિય ઓફિસર તરીકે ઓળખાય છે. તે ઘોડેસવારી અને બેડમિન્ટનના પણ શોખીન છે.

અંકિત શર્મા અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. અંકિતાએ આ વર્ષે ગણતંત્ર દિવસ પર રાયપુરમાં પરેડનું નેતૃત્વ પણ કર્યું હતું. IPS અંકિતા શર્મા છત્તીસગઢના ઈતિહાસમાં પ્રજાસત્તાક દિવસની પરેડની કમાન સંભાળનારી પ્રથમ મહિલા પોલીસ અધિકારી બન્યા છે.

Niraj Patel