ફિલ્મી દુનિયા

અંકિતા લોખંડેએ શેર કરી સુશાંતની માતાની તસ્વીર, ઈમોશનલ થઈને કહ્યું કે-ઉમ્મીદ કરું છું કે તમે બંને સાથે…

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ 34 વર્ષથી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. એક્ટરના નિધનને લઈને સવાલ ઉઠાવ્યા છે. એક્ટરના નિધન બાદ દરરોજ નવી-નવી ચીજો સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by weeeeeee2 (@bollywoodangels8) on

તે જ સમયે, સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ હવે એક્ટરના મોત અંગે ખુલ્લેઆમ સામે આવી રહી છે અને બોલી રહી છે. તાજેતરમાં જ અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે.
આ તસ્વીરમાં અંકિતાએ હાથમાં સુશાંતની માતાની તસવીર રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywoodpur (@bollywood_pur) on

આ તસ્વીર શેર કરતી વખતે અંકિતા લોખંડેએ કેપ્શનમાં લખ્યું હતું કે, “હું આશા રાખું છું કે તમે બંને સાથે છો.” અંકિતાની આ પોસ્ટ પર ઘણી કમેન્ટ આવી રહી છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની માતા ઉષા સિંહનું 2002માં અવસાન થયું હતું. જેનાથી એક્ટરનું દિલ તૂટી ગયું હતું. સુશાંત અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેની માતાનો ફોટો શેર કરતી અને તેને યાદ કરતી જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

Believe you both are together ❤️ #warriors4ssr

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેન્દ્રએ બિહાર સરકારની સીબીઆઈ તપાસની ભલામણ સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી. એસજીએ કહ્યું કે કેન્દ્રએ બિહારની સીબીઆઈ તપાસની ભલામણને સ્વીકારી લીધી છે અને આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર આ અંગે એક જાહેરનામું બહાર પાડશે.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.