ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યાના એક મહિના બાદ પહેલીવાર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતાએ કરી પોસ્ટ, કર્યું સુશાંત માટે આ કામ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને આજે એક મહિનો પૂર્ણ થઇ ગયો છતાં પણ સુશાંતની યાદ હજુ થમવાનું નામ નથી લેતી સુશાંતની નજીક રહેલા લોકો ઉપરાંત દેશભરના કરોડો ચાહકોને સુશાંતના અવસાનથી ખુબ જ દુઃખી છે. આ બધા વચ્ચે સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે પણ સુશાંતની આત્મહત્યાથી ઘણી જ દુઃખી હોવાનું તે બંને વચ્ચેના નજીકના મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સુશાંતના અવસાન બાદ અંકિતાએ સુશાંતને લઈને કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં નહોતી કરી, પરંતુ એક મહિના બાદ અંકિતાએ પોસ્ટ કરી છે.

Image Source

અંકિતાએ પોસ્ટની અંદર પોતાના ઘરની અંદરના મંદિરની ઝાંખી બતાવી છે, મંદિરની બહાર એક દીવો પ્રજ્વલિત કરવામાં આવી રહેલો જોવા મળે છે.

Image Source

અંકિતની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 1 લાખથી પણ વધારે લોકોએ આ પોસ્ટ પસંદ કરી છે. ચાહકો અંકિતને મજબૂત રહેવા માટેની પણ સલાહ આપી છે. એક યુઝર્સ દ્વારા તો લખવામાં આવ્યું કે “તમે તમારો ખ્યાલ રાખો અમે બધા તમારી સાથે છીએ.”

Image Source

અંકિતની આ પોસ્ટ દ્વારા એ માલુમ પડે છે કે અંકિતાએ સુશાંતની આત્માની શાંતિ માટે મંદિરમાં દીવો પ્રજ્વલિત કર્યો છે. તેને કેપશન પણ માત્ર “CHILD Of GOD” “ભગવાનના બાળકો” લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

સુશાંત અને અંકિતા ધારાવાહિક “પવિત્ર રિશ્તા” પછી એકબીજાની નજીક આવ્યા હતા અને આ ધરાવહિક બાદ આ બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણો સાર બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.