સુશાંતને લઇને એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કરી દીધો મોટો ખુલાસો, કહ્યું કે સુશાંતે મારી સાથે…

ટીવીથી લઇને બોલિવુડની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અંકિતા તેની તસવીરોને લઇને ઘણી લાઇમલાઇટમાં રહેતી હોય છે. જો કે, ઘણીવાર તેને બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. ઘણા વર્ષોની રિલેશનશિપ બાદ સુશાંત અને અંકિતાનું બ્રેકઅપ થઇ ગયુ હતું.

તમને જણાવી દઇએ કે, સુશાંતના નિધન બાદ અંકિતાએ તેના પરિવારને ખુલીને સપોર્ટ કર્યો હતો. હાલમાં જ અંકિતાએ તેના અને સુશાંતના સંબંધને લઇને જણાવ્યુ કે, બંને ઘણા વર્ષોની રિલેશનશિપ બાદ કેમ અલગ થઇ ગયા.

બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને ઘણા મહિના થઇ ગયા છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ વર્ષ 2016માં સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલા બ્રેકઅપ વિશે હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

બોલીવુડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં અંકિતા લોખંડેએ જણાવ્યુ કે ‘આજે લોકો મને આવીને કહે છે કે તે સુશાંતને છોડી દીધો. તમે આવું કેવી રીતે કહી શકો ? કોઈ મારી કહાની જાણતું નથી. હું અહીં કોઈના પર કોઈ આરોપ લગાવતી નથી. મને લાગે છે કે સુશાંતે ખુબ સારી રીતે નક્કી કરી લીધુ હતું કે તેણે શું કરવું છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેને કરિયરમાં આગળ વધવું છે. તેણે મારી જગ્યાએ કરિયરની પસંદગી કરી અને આગળ વધી ગયો.’

તેણે આગળ જણાવ્યુ કે, 2 વર્ષ 5 મહિના હું કંઇ બીજી વસ્તુથી લડી રહી હતી. મારુ મગજ એ હાલતમાં ન હતુ કે, હું મારુ કામ કરી શકું. મારા પરિવારે મને સપોર્ટ કર્યો. મારું જીવન ખત્મ થઇ ગયુ હતું. મને એ ખબર પડી રહી ન હતી કે હું શું કરું.

અંકિતા લોખંડેએ વધુમાં કહ્યું કે સુશાંત તો આગળ વધી ગયો, પરંતુ અઢી વર્ષ સુધી મે ઘણું બધુ સહન કર્યું. એવું હતું કે હું બેડ પર સૂતી રહેતી હતી. મને કોઈ સાથે વાત કરવાનું મન થતું નહતું. મમ્મી સાથે કે પપ્પા સાથે હું વાત કરતી નહતી. હું બસ પોતાનામાં જ રહેતી હતી. તમારા દિમાગમાં જ્યારે આટલી બધી ગડમથલ ચાલતી હોય ત્યારે હું શું કરું? શું હું આત્મહત્યા કરી લઉ?

તે સમયે લોકો આવતા હતા અને મને કહેતા હતા કે ફોટા હટાવી લે. શું કામ લગાવી રાખ્યા છે? પાગલ છે કે સુશાંતના ફોટા લગાવી રાખ્યા છે? પરંતુ હું કહેતી હતી કે મને સમય આપો કે હું આ બધામાંથી બહાર નીકળી શકું. મને સમય જોઈએ છે.

તમને જણાવી દઇએ કે, સુશાંત અને અંકિતાની મુલાકાત ટીવી ધારાવાહિક “પવિત્ર રિશ્તા”ના સેટ પર થઇ હતી. બંને લગભગ 6 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા અને વર્ષ 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયું. ઈન્ટરવ્યુમાં અંકિતાએ કહ્યું કે તે સુશાંત સાથે બ્રેકઅપ બાદ પૂરેપૂરી રીતે તૂટી ગઈ હતી. તેની હાલત એવી હતી કે તેણે પોતાની કરિયરની પણ પરવા કરી નહીં. તેણે બોલીવુડની કેટલીક મોટી ફિલ્મો રિજેક્ટ કરી હતી.

આ ઈન્ટરવ્યુમાં અંકિતાએ કહ્યું કે હું તે દરમિયાન ફક્ત લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તે જીવનમાં આગળ વધવા માંગતો હતો. આવામાં સ્ટ્રેસને કારણે મે મારા કરિયર સાથે ખિલવાડ કરી. અંકિતાનું માનીએ તો તેણે તે સમયગાળામાં નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ બાજીરાવ મસ્તાની હતી. તેણે નિર્માતા ફરાહ ખાનની ઓફર પણ તેણે ફગાવી હતી. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ હેપ્પી ન્યૂ યરની તેને ઓફર મળી હતી. પરંતુ અંકિતાએ આ ફિલ્મ કરવાની પણ ના પાડી હતી.

અંકિતાએ કહેવા મુજબ તે સમયે તે સુશાંતનું સારું ઈચ્છતી હતી. તે સુશાંતના કરિયર વિશે ખુબ ચિંતિત હતી. અંકિતાએ કહ્યું કે હું સુશાંતને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપવા ઈચ્છતી હતી અને મે તે આપ્યો. તેનો મને કોઈ અફસોસ નથી.

જો કે ત્યારબાદ અંકિતાએ બોલીવુડમાં એન્ટ્રી કરી. તેણે કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં અંકિતાએ ઝલકારી બાઈની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે અહમદ ખાનની ફિલ્મ બાગી 3માં શ્રદ્ધા કપૂરની બહેનની ભૂમિકા પણ જોવા મળી.

Shah Jina