આ છોકરી તેના માતા-પિતા સાથે લારી પર વેચતી હતી શાકભાજી, અત્યારે બની ગઈ સિવિલ જજ

શાકભાજી વેચવા વાળી અંકિતા બની ગઈ જજ, પરિણામ આવ્યું તો સીધી પહોંચી લારી પર અને માતાને કહ્યું

કહેવાય છે કે લગન અને મહેનત બંને હોય તો તમે કોઈ પણ મુશ્કિલને હરાવી શકો છો. દેશ અને દુનિયામાં ઘણા બધા ઉદાહરણ જોવા મળી જશે જેમાં આ કહેવત હકીકતમાં સાચી પડી હોય. સંઘર્ષની ભઠ્ઠીમાં તપીને ઇન્દોરની છોકરી અંકિતા નાગરે કમાલ કર્યું છે. અંકિતા ઇન્દોરમાં તેના માતા-પિતા સાથે શાકભાજી વેચવાનું કામ કરે છે.

તેમાંથી સમય મળતા જ અંકિતા ભણવા બેસી જતી હતી. સિવિલ જજ બન્યા પછી પણ અંકિતા તેની લારી પર પહોંચીને શાકભાજી વેચી રહી હતી. અંકિતાની સફળતા પર તેના આખા પરિવારને ગર્વ છે. સિવિલ જજ બનેલી અંકિતાને પરીક્ષાના ત્રીજા ટ્રાયલમાં સફળતા મળી હતી. LLBના ભણતર દરમ્યાન તે સિવિલ જજની પણ તૈયારીમાં લાગી ગઈ હતી. માતા-પિતાએ પણ પોતાની આર્થિક સ્થિતિને તેના ભણતરમાં વચ્ચે આવા દીધી નહિ.

અંકિતા નાગરનો પરિવાર શાકભાજી વેચીને જે કમાણી થાય છે તેનાથી આખું ઘર ચાલતું હોય છે. લારી પર માતા-પિતાની સાથે અંકિતા પણ બેસતી હતી. પિતા બહાર સામાન લેવા માટે લાગેલા રહેતા હોય છે અને લારી માતા અને પુત્રીની જવાબદારી પર ચાલતી હોય છે. અંકિતાએ કહ્યું હતું કે તે દિવસના 8-10 કલાક ભણતી હતી.

અંકિતાના પિતા સવારે 5 વાગ્યે ઉઠીને શાક માર્કેટ જતા હોય છે જ્યાં સુધી તે માર્કેટથી શાકભાજી લઈને ના આવે ત્યાં સુધી અંકિતા લારી સંભાળતી હોય છે. સિવિલ જજ બનેલી અંકિતાએ પણ ખુબ સંઘર્ષ કરેલો છે. આ સંઘર્ષનું ફળ આખરે હવે અંકિતા અને તેના પરિવારને મળ્યું છે.

દીકરીની સફળતા પર આખા પરિવારમાં ખુશીનો માહોલ છે. અંકિતાએ તેનું સપનું પૂરું કરવા માટે લગ્ન પણ કર્યા હતા નહિ. તેનો મોટો ભાઈ અને નાની બહેનના લગ્ન થઇ ચુક્યા છે. અંકિતનું કહેવું છે કે તે નિષ્પક્ષ નીડર થઈને સામાન્ય માણસની મદદ કરશે અને તેમને ન્યાય અપાવશે.

અંકિતા તે બાળકો માટે પણ એક પ્રેરણા છે જે જોરદાર મહેનત પછી પણ ઘણી વખત પરિશ્રમ કરતા પરીક્ષામાં નાપાસ થઇ જતા હોય છે. સાથે જ ખોટું પગલું ઉઠાવી લેતા હોય છે. અંકિતા પણ ઘણી વખત અસફળ રહી છે પરંતુ લક્ષ્યથી ડગી નહિ. મજબૂત આત્મવિશ્વાસે તેને સફળ બનાવી દીધી.

Patel Meet