ફિલ્મી દુનિયા

સુશાંતના નિધન બાદ પહેલી વાર ઘરેથી બહાર આવી અંકિતા લોખંડે, બાળકોને આપી ચોકલેટ- જુઓ PHOTOS

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની નિધનનું દુઃખ હજુ ઓછું નથી થયું. એક્ટરના ફેન્સ તેને યાદ કરીને સતત તેની તસ્વીર અને વિડીયો શેર કરી રહ્યાં છે. સુશાંતના નિધન બાદ તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ તેના પરિવારને મળવા પહોંચી હતી. સુશાંતના ગયા બાદ અંકિતા પણ ખૂબ દુઃખી હતી. જે બાદ તે ઘરની બહાર પણ ન કયારે પણ જોવા મળી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Pavitr Rishta StarS Page..🌟 (@pavitr_rishta_) on

હવે અંકિતા પહેલીવાર ઘરની બહાર આવી છે. જે બાદ તેની તસ્વીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અંકિતા બજારમાંથી સામાન લેતી જોવા મળી રહી છે. જ્યારે એક્ટ્રેસ દુકાનની બહાર આવી ત્યારે તેણે ત્યાં હાજર બાળકોને ચોકલેટ પણ વહેંચી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pavitr Rishta StarS Page..🌟 (@pavitr_rishta_) on

એક્ટ્રેસના લુકની વાત કરવામાં આવે તો અંકિતાએ આ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટમાં ટીશર્ટ પહેરી હતી. જેની સાથે તેણે બ્લેક શોર્ટ્સ પહેર્યા હતા. માસ્ક પણ પહેર્યું હતું. દિલ બેચારા ફિલ્મ જોયા બાદ ફિલ્મના પોસ્ટર શેર કરતા અંકિતાએ લખ્યું હતું કે,- ‘પવિત્ર રિશ્તાથી દિલ બેચારા સુધી, એક છેલ્લી વાર.’

 

View this post on Instagram

 

A post shared by Afiya Khan (@srkian_afiya) on

જણાવી દઈએ કે, અંકિતાએ સુશાંતના નિધનના 1 મહિના બાદ પૂરા બાદ દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ હવે બધા ડિજિટલ રીતે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સ્થિતિમાં તેણે સુશાંત માટે દીવો પ્રગટાવ્યો અને તેનો ફોટો શેર કર્યો અને લખ્યું – ‘આશા, દુઆ અને શક્તિ !!! તમે જ્યાં હો ત્યાં હસતા રહો. ‘

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

જણાવી દઈએ કે, અંકિતા અને સુશાંતનો સંબંધ જગજાહેર હતો. બંને લીવ ઇનમાં રહેતા હતા પરંતુ તેમના બ્રેકઅપના સમાચાર આવતાની સાથે જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રેક્ષકોને આ બંનેની જોડી ખૂબ ગમતી. સુશાંત અને અંકિતા ‘પવિત્ર રિશ્તા’ શોમાં સાથે જોવા મળ્યા હતા. જેમાં બંનેએ માનવ અને અર્ચના રોલ નિભાવીને દિલ જીતી લીધા હતા. તે બંને દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયા હતા. વળી, આ સીરિયલ પણ સુપરહિટ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.