કુંવારી સુશાંતની એક્સ ગર્લફ્રેનેડ આ કોને લિપલૉક કરતી જોવા મળી? ફોટો જોઈ લોકોએ પૂછ્યું- લગ્ન થઈ ગયા?
બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે કોઇના કોઇ કારણસર ચર્ચામાં પણ રહેતી હોય છે. હાલમાં જ અંકિતાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં અંકિતા તેના બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ તસવીરમાં અંકિતા લોખંડેના બોયફ્રેન્ડ વિક્કી જૈન કુર્તા પાયજામામાં અને અંકિતા પારંપારિક ભારતીય લુકમાં જોવા મળી રહી છે.
અંકિતાએ આ તસવીર શેર કરતા લખ્યુ કે, ભગવાન દ્વારા તમારા માટે બનાવવામાં આવેલી પ્રેમ કહાનીને બિલકુલ પણ હળવામાં ન લો, ભગવાન તમારા માટે એ કરે છે જે તમે માંગી શકતા નથી અને જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. અંકિતાના આ કેપ્શનને વાંચી લોકો અલગ અલગ સવાલ કરી રહ્યા છે. આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરતા પૂછયુ કે, જો આ સાચી કહાની છે તો સુશાંત સિંહ રાજપૂત સાથે તમારી કહાની ફેક હતી.
એક અન્ય યુઝરે આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે, સાચા પ્રેમની કહાની તો તમારી અને સુશાંતની હતી. એક અન્ય યુઝરે લખ્યુ કે, મને આ બંને બિલકુલ પસંદ નથી. સુશાંત મને પસંદ હતો અને હંમેશા રહેશે. આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરી પૂછયુ, હવે લગ્ન થઇ ગયા છે ને ? ત્યાં જ એક અન્ય યુઝરે પૂછયુ, લગ્ન કરી લીધા તમે ?
જો કે, કેટલાક લોકોએ અંકિતાની આ પોસ્ટ પર બંનેની જોડીને ખૂબ જ સારી ગણાવી હતી. આ પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તસવીરમાં જોઇ શકાય છે કે, અંકિતાએ સાડી પહેરી છે અને વાળનો જૂડો બનાવી બાંધ્યો છે. કાનમાં તેણે ઇયર રિંગ્સ પહેર્યા છે. આ ખૂબસુરત કપલની તસવીરમાં તેઓ પતિ-પત્ની નજર આવી રહ્યા છે. ઘણા લોકો તસવીર જોઇ કન્ફયુઝ લાગી રહ્યા છે અને તેમને લગ્નને લઇને સવાલો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડે લાંબા સમય સુધી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનમાં રહી હતી. પરંતુ તેમના બ્રેકઅપ બાદ અંકિતા તૂટી ગઇ હતી. ઘણા સમય બાદ તેના જીવનમાં વિક્કી જૈનની એન્ટ્રી થઇ હતી. જેણે બધા સમય પર તેનો સહયોગ કર્યો, ખબર એ છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.
View this post on Instagram