ફિલ્મી દુનિયા

CBI કરશે હવે સુશાંત કેસની તપાસ, નિર્ણય સામે આવતા તરત જ અંકિતા લોખંડેએ કરી પોસ્ટ, જુઓ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને ઘણી જ ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોની માંગણી હતી કે આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે કારણ કે મુંબઈ પોલીસની તપાસ પણ શંકાના ઘેરામાં હતી. જેના બાદ આજે સીબીઆઈ તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો. જે નિર્ણયથી સુશાંતના ચાહકો ખુબ જ ખુશ છે.

Image Source

સીબીઆઈ તપાસનો નિર્ણય થવાની સાથે જ સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેને સરકારના નિર્ણયની પ્રસંશા કરી છે.

Image Source

અંકિતાએ પોસ્ટની અંદર લખ્યું છે કે: “આ એ ક્ષણ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. જે છેલ્લે આવી જ ગઈ.” પોતાની પોસ્ટના કેપશનની સાથે તેને #sushantsinghrajput પણ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

અંકિતાએ સુશાંતનુ નામ લઈને ઘણી જ પોસ્ટ શેર કરી છે. આ ઉપરાંત તેને થોડા સમય પહેલા એક પ્રાઇવેટ ન્યુઝ ચેનલ સાથે પણ વાત કરી હતી. જેમાં તેને સુશાંત વિષે અને તેના પરિવાર વિષે પણ જણાવ્યું હતું. સાથે જ એ ખુલાસો પણ કર્યો હતો કે છેલ્લા એક વર્ષથી તે ઠીક નથી દેખાઈ રહ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.