આખરે દેખાઇ જ ગયો ડીપનેક ગાઉનમાં અંકિતા લોખંડનો બેબી બંપ ! છુપાવવા છત્તાં પણ સામે આવી ગઇ તસવીરો

આલિયા, બિપાશા બાદ હવે અંકિતા લોખંડે પ્રેગ્નેટ ? વિકી જૈને આવી રીતે સંભાળ્યો પત્નીનો બેબી બંપ

અભિનેત્રી અંકિતા લોખંડે તેની ભવ્ય જીવનશૈલી અને તેના નવા નવા લુક પર પ્રભુત્વ ધરાવે છે.અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે લગ્નજીવનનો આનંદ માણી રહી છે. બંનેના લગ્નને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. સ્માર્ટ જોડીની વિજેતા અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની સ્ટાઇલિશ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અંકિતા લોખંડે લગ્ન બાદથી જ લોકોની નજરમાં છે. અંકિતા લોખંડેના ચાહકો તેના અંગત જીવન પર ચાંપતી નજર રાખે છે. હાલમાં જ સમાચાર આવ્યા કે અંકિતા લોખંડે માતા બનવા જઈ રહી છે.

આ સમાચારે સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું. અભિનેત્રીની પ્રેગ્નેંસી ખબરો સોશિયલ મીડિયા પર ત્યારે વહેતી થઇ જ્યારે તેણે તેના પતિ સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી. અંકિતાની જે નવી તસવીરો સામે આવી છે તેના પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેત્રી પ્રેગ્નેટ છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી રહી છે. અંકિતા બ્લુ કલરના સાઈટ કટ ડીપનેક ડ્રેસમાં હંમેશની જેમ અદભૂત લાગી રહી છે.

ફોટામાં જોઈ શકાય છે કે અંકિતા અને વિકી રોમેન્ટિક અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. આ તસીવરો જોઈને કેટલાક લોકો કપલના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે અંકિતા ગર્ભવતી છે. આ તસવીરોમાં અંકિતાનો બેબી બંપ જોવા મળી રહ્યો છે અને સાથે જ વિકી પણ આ બંપને હાથ વડે સપોર્ટ કરતો પોઝ આપી રહ્યો છે. આવી સ્થિતિમાં અંકિતાની પ્રેગ્નન્સી વિશે દરેક જણ ચર્ચા કરી રહ્યા છે. જો કે અંકિતાએ હજુ સુધી પોતાની પ્રેગ્નન્સીના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

એક યુઝરે કમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસને પૂછ્યું, “શું તમે પ્રેગ્નેન્ટ છો?” જ્યારે કેટલાકે તો 100 ટકા દાવો પણ કર્યો કે તે પ્રેગ્નન્ટ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અંકિતાની પ્રેગ્નન્સીની ચર્ચા થઈ રહી છે. અગાઉ, જ્યારે અભિનેત્રીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેની છ મહિનાની લગ્નની વર્ષગાંઠની તસવીરો શેર કરી હતી, ત્યારે પણ ગર્ભાવસ્થાની અટકળો લગાવવામાં આવી હતી. જો કે હજુ સુધી અંકિતા અને વિકી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ દરમિયાન અંકિતા લોખંડેનો બોલ્ડ લુક પણ તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે.

જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ બ્લુ સ્ટ્રેપી ડીપનેક ડ્રેસ પહેર્યો હતો જે દરમિયાન તે ખૂબ જ હોટ લાગી રહી હતી. અંકિતા અને વિક્કીએ 14 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ 14 જુલાઈ 2022ના રોજ પતિ અને પત્ની તરીકે 6 મહિના પૂર્ણ કર્યા. અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની છ મહિનાની વર્ષગાંઠની ઉજવણીના કેટલાક ચિત્રોની શ્રેણી શેર કરી છે. આ ફોટામાં તેઓ રેડ વેલ્વેટ કેક કાપતા અને એકબીજાને ખુશીથી ખવડાવતા જોવા મળ્યા હતા.

Shah Jina