લગ્ન પહેલા અંકિતા લોખંડેને બધાની સામે ખોળામાં ઊંચકી વિકી જૈને કર્યો ડાંસ, પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયો થયા વાયરલ

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કરવા જઇ રહી છે. લગ્ન પહેલા અંકિતાના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે, હાાલમાં જ તેની મહેંદી સેરેમની યોજાઈ હતી જેમાં અભિનેત્રીએ તેના ભાવિ પતિ વિકી જૈન સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. વિકી અને અંકિતાની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.જો કે વિકી જૈન અને અંકિતાની મહેંદીની તમામ તસવીરો ચર્ચામાં છે, પરંતુ ચાહકો આ બંનેની એક તસવીરને સૌથી વધુ પસંદ કરી રહ્યાં છે.

એક તસવીરમાં વિકી જૈન અંકિતાને પોતાના ખોળામાં ઉઠાવી રહ્યો છે. ત્યાં, અંકિતા હસવાનું રોકી શકતી નથી. અંકિતા લોખંડેએ તેના હાથમાં વિકી જૈનના નામની મહેંદી લગાવી છે. અંકિતાએ વિકી જૈન સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. આ તસવીરો અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પર સુંદર કેપ્શન સાથે શેર કરી છે.

તસવીરો પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘અમે બંનેએ જે પ્રેમ શેર કર્યો છે તેણે અમારી મહેંદીને સુંદર અને યાદગાર બનાવી છે.’ અંકિતા લોખંડે અને વિક્કી જૈન 14 ડિસેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં લગ્ન કરશે. લગ્ન પહેલા બંનેએ પ્રી-વેડિંગ વીડિયો શૂટ પણ કરાવ્યું હતું.

પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈન હવે બસ થોડા જ કલાકોમાં એકબીજાના લાઈફ પાર્ટનર બનવા જઈ રહ્યા છે. આ પહેલા આ સ્ટાર કપલની મહેંદી સેરેમનીના ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી લગ્ન સમારોહમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

અંકિતા લોખંડે તેના લગ્નની મહેંદી સેરેમનીના ફંક્શનમાં પતિ વિકી જૈન સાથે ડાન્સ કરી રહી છે. વિકી જૈને પણ તેની ભાવિ કન્યા અંકિતા લોખંડે સાથે લગ્ન પહેલાના ફંક્શનમાં જોરદાર ડાન્સ કર્યો હતો. અંકિતા લોખંડે પોતાના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ ખુશ દેખાતી હતી. આ દરમિયાન અભિનેત્રીએ સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. અંકિતા લોખંડેએ તેના ભાવિ પતિ વિકી સાથે ડાન્સ કર્યો હતો. અંકિતા લોખંડે અને વિકી જૈને પોતાના લગ્નમાં રંગ જમાવ્યો. જેમાં બંને જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં વિકી જૈન તેની ભાવિ પત્ની અંકિતા લોખંડેની સુંદરતાના વખાણ કરતો જોવા મળ્યો હતો.અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે લાંબા સમયથી વિકી જૈન સાથે રિલેશનશિપમાં હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ ભૂતકાળમાં સગાઈ કરી હતી અને હવે 14 તારીખે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે અંકિતા અને વિકીએ લાંબા સમય પહેલા તેમના સંબંધો જાહેર કર્યા હતા અને ઘણીવાર કપલ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન બાદ હવે વધુ એક લગ્ન બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષ બન્યા છે. આ લગ્ન અંકિતા લોખંડે અને વિકી જૈનના છે. મુંબઈમાં ધામધૂમથી સાત ફેરા લેતા પહેલા બંનેએ સગાઈ કરી લીધી. 12 ડિસેમ્બરે બંનેએ એક ભવ્ય સગાઈની પાર્ટી આપી હતી જેમાં તેમની સગાઈ થઈ હતી. સગાઈની પાર્ટીમાં જ્યારે અંકિતાએ સ્ટેજ પર વિક્કીને વીંટી પહેરાવી હતી ત્યારે બેકગ્રાઉન્ડમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ રાબતાનું ટાઈટલ સોંગ વાગ્યું હતું.

સગાઈની પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અંકિતા બ્લુ ગાઉનમાં જોવા મળી રહી છે. સગાઈની પાર્ટીમાં વિકી અને અંકિતાના પરિવારના સભ્યો સિવાય ઘણા મિત્રોએ હાજરી આપી હતી. સગાઈની પાર્ટી પહેલા અંકિતા અને વિકીની મહેંદી સેરેમનીમાં પણ ખૂબ જ મસ્તી થઈ હતી, જેના વીડિયો અને ફોટોઝ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન અંકિતા-વિકીએ જબરદસ્ત ધમાલ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અંકિતાને એક પગમાં ઈજા થઈ હતી અને તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી. અંકિતા પોતાનો પગ પણ હલાવી શકતી ન હતી પરંતુ લગ્ન પહેલા તે સ્વસ્થ થઈ ગઈ અને પ્રી-વેડિંગ ફંક્શનને જોરદાર રીતે એન્જોય કર્યુ. 14 ડિસેમ્બરે અંકિતા અને વિકી સાત ફેરા લેશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina