ખબર મનોરંજન

અંકિતા લોખંડેની પોસ્ટ થઇ વાયરલ લખ્યું કે- તમારી તરફની કહાનીની કોઈને ખબર નથી તો પ્રુફ શું આપવું…

ટીવીથી લઈને ફિલ્મો સુધી ખાસ ઓળખ બનાવનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ટીવી સિરિયલ હોય કે ફિલ્મ અંકિતાને ફેન્સ ખુબ પસંદ કરે છે. અંકિતા તેના વિડીયો અને તસ્વીર દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આજકાલ અંકિતા તેની એક તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. અંકિતાએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે જે જોત-જોતામાં વાયરલ થવા લાગી છે. ફેન્સ આ તસ્વીર પર રિએક્શન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતા લોખંડેએ તસ્વીર શેર કરતા એક નોટ પણ શેર કરી હતી. જે સોશિયલ મીડિયા યુઝર્સેનું ધ્યાન ખેંચ્યું છે. એક્ટ્રેસે લખ્યું હતું કે, ગર્લ તમારી કહાનીને લોકો જાણતા નથી અને કોઈ વાત નથી. તમને કોઈને પણ પ્રુફ કરવાની જરૂરત નથી. અંકિતાએ આ પોસ્ટ સાથે વ્હાઇટ આઉટફિટમાં ખુદની એક પ્રેમભરી તસ્વીર શેર કરી છે. જેની તારીફ કરતા ફેન્સએ કમેન્ટનો વરસાદ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતાની આ તસ્વીરને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અંકિતા લોખંડેએ આ આઉટફિટ એક એવોર્ડ ફંક્શન દરમિયાન પહેર્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં અંકિતાએ ડાન્સ પરફોર્મન્સ આપીને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ તે પરફોર્મ કરતા ઘણી ઈમોશનલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતા લોખંડેએ થોડા દિવસ પહેલા ટ્રોલનો સામનો કરવો પડયો હતો. અંકિતાએ મંગેતર વિક્કી જૈન સાથે ગોવા ટ્રિપને લઈને યાદ કરતા એક થ્રોબેક તસ્વીર શેર કરી હતી જેને લઈને ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

જણાવી દઈએ કે, અંકિતા લોખંડેએ શો ‘પવિત્ર રિશ્તા’થી ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યું હતું. આ શોમાં અંકિતા અને સુશાંતસિંહ લીડરોલમાં હતા. પવિત્ર રિશ્તા સિવાય અંકિતા એક થી નાયકા અને શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી જેવા ટીવી શોમાં નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતા લોખંડેએ કંગના રનૌતની પિરિયડ ડ્રામા ફિલ્મ મણિકર્ણિકા-ધ કિવન ઓફ ઝાંસીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તેને બાઘી-3માં પણ કામ કર્યું હતું. અંકિતાએ ટીવી શો ઝલક દિખલાજા અને કોમેડી સર્કસ જેવા ટીવી રિયાલીટીમાં શોમાં નજરે આવી ચુકી છે