થવાવાળા સાજનના રંગમાં રંગાયેલી જોવા મળી અંકિતા લોખંડે, રેડ શરારા સૂટમાં ઘણી જ ખૂબસુરત જોવા મળી અભિનેત્રી

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના પ્રી-વેડિંગ ફંક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. મહેંદી સેરેમની બાદ ‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડેની હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. અભિનેત્રીની હલ્દી સેરેમનીમાં મિત્રોએ ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી. અંકિતા લોખંડે અને વિકી જૈને હલ્દી સેરેમનીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.અંકિતા લોખંડે હલ્દી સેરેમની દરમિયાન લાલ રંગના શરારા પહેરેલી જોવા મળી હતી. તો વિકી સફેદ રંગના કુર્તામાં દેખાયો હતો. અંકિતા લોખંડેની ખાસ મિત્ર અમૃતા ખાનવિનલકરે વિકી જૈનને ઘણી હલ્દી લગાવી હતી.

હલ્દી સેરેમનીની તસવીરોમાં અંકિતા લોખંડેની ખુશી જોવાલાયક છે. અંકિતા અને વિકી જૈન 14 ડિસેમ્બરે એટલે કે આજે મુંબઈની હોટેલ ગ્રાન્ડ હયાતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અંકિતા લોખંડેની હલ્દી સેરેમનીની તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઇ રહી છે. અંકિતા લોખંડેની હલ્દી સેરેમનીમાં તેના મિત્રોએ ખૂબ ધૂમ મચાવી હતી. આ સાથે વિકી જૈને પણ અંકિતાના મિત્રો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.

હલ્દી સેરેમની પછી તરત જ, મિત્રોએ અંકિતા લોખંડેને તેના ખભા પર ઉઠાવી લીધી હતી અને ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અંકિતાએ પણ ફિલ્મોના ગીતો પર ડાન્સ કરીને વાતાવરણને વધુ ખુશનુમા બનાવી દીધું હતું. હલ્દી સેરેમનીની તસવીરોમાં અંકિતા અને વિકી ઉત્સાહથી ભરપૂર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અંકિતાએ હાથમાં મહેંદી, કપાળ પર લાલ ચાંલ્લો, લાલ રંગનો શરારા સૂટ, સોનેરી બુટ્ટી જોવા મળી રહી છે. તેના હોઠ પરનું હાસ્ય જણાવે છે કે તે તેના જીવનના આ નવા પૃષ્ઠની શરૂઆત કરવા જઇ રહી છે અને તે તેને લઇને કેટલી ખુશ છે.

અંકિતા અને વિકીએ તેમના મિત્રો સાથે ખભા પર બેસીને ‘દુલ્હે રાજા તુ આજા’ ગીત પર ડાન્સ કર્યો હતો. એક તરફ અંકિતાના ચહેરા પર દુલ્હન બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે તો બીજી તરફ વિકી પણ તેની દુલ્હનને લઈ જવા તૈયાર છે. વિકી કદાચ પહેલીવાર ખુલ્લેઆમ હસતો જોવા મળ્યો છે. અંકિતા અને વિકીની મહેંદી અને સગાઈ સેરેમની પણ ઘણો ધમાકેદાર રહી હતી.

મહેંદી બાદ અંકિતા લોખંડેની હલ્દીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં તે ખરેખર સુંદર દેખાઈ રહી છે. કહેવાય છે કે લગ્નમાં દુલ્હન વધુ સુંદર લાગે છે અને અંકિતા લોખંડેને જોઈને આ વાત સાચી સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે હલ્દી માટે પીળા રંગને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ અંકિતાએ તેની હલ્દી માટે લાલ રંગ પસંદ કર્યો હતો. લાલ સૂટમાં પીળી હલ્દી લગાવેલી અંકિતા ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અંકિતા લોખંડે અને વિકી જૈનના પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. મહેંદીથી લઈને હલ્દી સુધીની તસવીરો અને વીડિયોનો દબદબો છે. અંકિતા અને વિકી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. હવે આખરે બંને એક થવાના છે.

સોમવારે કંગના રનૌત પણ અંકિતાના ફંક્શનમાં હાજરી આપવા માટે આવી પહોંચી હતી. આ દરમિયાન કંગના રનૌતનો લુક રાણી જેવો લાગતો હતો. અંકિતા અને કંગનાએ મણિકર્ણિકામાં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે ગાઢ મિત્રતા છે.

આ પહેલા અંકિતાએ 12 ડિસેમ્બરની રાત્રે રિંગ સેરેમની કરી હતી. આ સેરેમનીમાં અંકિતા બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. અંકિતા તેની સેરેમનીમાં વિકી સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. રિંગ સેરેમની પહેલા આ કપલે રવિવારે સાંજે મહેંદી સેરેમની કરી હતી જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

અંકિતા છેલ્લા ઘણા વર્ષથી વિકી જૈનને ડેટ કરી રહી છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. વિકી પહેલા અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી. લગભગ 6 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

Shah Jina