મનોરંજન

SSR ની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ પોતાની જન્મ દિવસની પાર્ટીમાં આ વ્યક્તિને બોલાવતા ચાહકો ભડકી ઉઠ્યા

પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ શનિવારના રોજ પોતાનો 36મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. તેના જન્મ દિવસ નિમિત્તે ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં પરિવારના કેટલાક સદસ્યો ઉપરાંત કેટલાક નજીકના મિત્રો પણ ઉપસ્થિત થયા હતા. પરંતુ આ પાર્ટીમાં ઉપસ્થિત રહેલા એક વ્યક્તિના કારણે ચાહકો ગુસ્સે ભરાયા હતા. અંકિતા લોખંડેના આ જન્મ દિવસની પાર્ટીમાં સંદીપ સિંહ પણ હાજર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ અંકિતાને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ચાહકો તેને સંદીપ સિંહને પાર્ટીમાં બોલાવવાને લઈને ટ્રોલ કરી રહ્યા છે. ફેન પેજ ઉપર હવે બર્થ ડેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

અંકિતાના જન્મ દિવસની પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. તેમાં સંદીપ સિંહ પણ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અંકિતાને પૂછી રહ્યા છે કે સંદીપ સિંહને પાર્ટીમાં શા કારણે બોલાવવામાં આવ્યો હતો ?

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

સંદીપ સિંહ અંકિતા અને SR ખુબ જ નજીકનો મિત્ર હતો. પરંતુ સંદીપ સિંહનું નામ ખુબ જ કોન્ટ્રોવર્સીમાં રહ્યું હતું. જોકે હજુ સુધી અંકિતા તરફથી ટ્રોલર્સને કોઈપણ જાતનો જવાબ નથી આપવામાં આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે “એ વાતમાં કોઈ શંકા નથી કે SR તને કેમ છોડી હતી ? એવા વ્યક્તિ સાથે પોતાનો જન્મ દિવસ ઉજવવા બદલ શરમ આવે છે તારા ઉપર. જેની એસએસઆર કેસમાં સંદિગ્ધ ભૂમિકા છે. તો આ ઉપરાંત પણ ઘણા લોકો અંકિતાને ટ્રોલ કરી રહ્યા છે.

અંકિતાએ પોતાનો 36મોં જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી મનાવ્યો હતો. તેના જન્મ દિવસની આ પાર્ટીની અંદર રશ્મિ દેસાઈ પણ જોવા મળી હતી. રશ્મિ અને અંકિતા ઘણા જ સારા મિત્રો છે. આ બંનેની મિત્રતાની ઝલક એક ડાન્સમાં પણ જોવા મળી હતી.