લગ્નના 17 દિવસ બાદ નવી નવેલી દુલ્હન અંકિતા લોખંડે સાથે થયુ એવું કે ગભરાઇ ગયા ચાહકો, વીડિયો જોઇ ચાહકો બોલ્યા- Get Well Soon

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ કપલના લગ્નના ફોટા ખૂબ વાયરલ થયા હતા. જો કે લગ્નના 17 દિવસ બાદ પણ અંકિતા લોખંડે સતત ચર્ચામાં છે. આ દરમિયાન અંકિતાનો એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. અંકિતા લોખંડેનો આ વીડિયો આશિતા ધવને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેના પગ પર લાગેલું પ્લાસ્ટર જોઈને ચાહકો પરેશાન છે.

વીડિયોમાં અંકિતા તેના પગ પર પ્લાસ્ટર હોવા છતાં ઉત્સાહી રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે એક સમર્થકની મદદથી આમિર ખાનના ગીત ‘પરદેશી પરદેશી જાના નહીં’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ છે, ‘પગ તૂટી ગયો પરંતુ હિંમત ન હારી, નવી દુલ્હનની તાકાત પર સહમત.’ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘લવ યોર સ્પિરિટ મિસિસ જૈન… માત્ર નવા વર્ષની શરૂઆત ન કરો, તેમાં કૂદી જાઓ.’ અંકિતાનો આ ઉત્સાહ જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયોમાં અભિનેત્રીએ ટૂંકા પ્રિન્ટેડ ફ્રોક પહેર્યા છે. તેણે બન સાથે હેરબેન્ડ લગાવી છે. વીડિયોમાં અંકિતા એક વોકરની મદદથી ઉભી અને ડાન્સ કરતી જોવા મળે છે. આશિતા ધવને શેર કરેલા આ વીડિયો પર એક નોટ પેસ્ટ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ‘પવિત્ર રિશ્તા’માં આશિતા અંકિતાની ભાભીના રોલમાં જોવા મળી હતી. અંકિતાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ પણ બદલી નાખ્યું છે અને હવે તેણે પોતાના નામ સાથે જૈન સરનેમ લગાવી છે. 15 ડિસેમ્બરના રોજ, અંકિતાએ વિકી જૈન સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ashita Dhawan (@ashitadhawan)

Shah Jina