અંકિતા લોખંડે પર તૂટી પડ્યો દુખોનો પહાડ, પિતાનું થયુ નિધન, પિતાની અર્થીને કાંધ આપી નિભાવી દીકરાની ફરજ- ધ્રુસકેને ધ્રુસકે રડી પડી એક્ટ્રેસ

Ankita Lokhande Fathers Last Rites: ‘પવિત્ર રિશ્તા’થી દરેક ઘરમાં ‘અર્ચના’ તરીકે ફેમસ થયેલી અંકિતા લોખંડે પર હાલ દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતાનું 12 ઓગસ્ટ 2023ના રોજ અવસાન થયું હતું અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંકિતા લોખંડેના પિતાની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અભિનેત્રીની હાલત જોઈને ફેન્સની આંખોમાં પણ આંસુ આવી ગયા.

અંકિતા લોખંડેના પિતાનું નિધન
અંકિતા લોખંડેના પિતાનું નામ શશિકાંત લોખંડે હતું, જેઓ વ્યવસાયે બેંકર હતા. અંકિતા તેના પિતાની ખૂબ નજીક હતી. છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીના પિતાની તબિયત સારી ન હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ શશિકાંત લોખંડેનું 12 ઓગસ્ટ 2023ના રોજ અવસાન થઇ ગયું. અભિનેત્રીના પિતાના અંતિમ સંસ્કાર રવિવારે થયા હતા.

અભિનેત્રીએ આપી પિતાની અર્થીને કાંધ
આ દરમિયાન પરિવારજનો સહિત કેટલાક સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન તેની સંભાળ લેતો જોવા મળ્યો હતો. અંતિમ યાત્રાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. આમ તો અંકિતા લોખંડે ત્રણ બહેન-ભાઈઓ છે. પરંતુ તેણે હંમેશા પિતા માટે પુત્રની ફરજ બજાવી છે. અંતિમ યાત્રામાં પણ તે તેના પિતાની અર્થીને કાંધ આપતી જોવા મળી હતી.

ટિન્સેલ ટાઉન સેલિબ્રિટીઓ પણ રહ્યા હાજર
તેની આંખોમાં આંસુ અને માયૂસ ચહેરો હોવા છતાં તેણે હિંમતને તૂટવા ન દીધી. આ મુશ્કેલ સમયમાં તેણે માતાની પણ સંભાળ લીધી.અભિનેત્રીના પિતાના રવિવારે મુંબઈના ઓશિવારા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શ્રદ્ધા આર્ય અને કુશલ ટંડન સહિત ટિન્સેલ ટાઉન સેલિબ્રિટીઓ અંકિતાના ઘરે તેના પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

પિતાની ખૂબ નજીક હતી એક્ટ્રેસ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટોગ્રાફ્સમાં અંકિતાનો પતિ વિકી જૈન તેના સસરાના પાર્થિવ દેહને કાંધ આપતો જોઈ શકાય છે. તે તેની પત્ની અંકિતાને હિંમત પણ આપતો જોવા મળ્યો. જણાવી દઈએ કે અંકિતા, જે તેના પિતાની ખૂબ જ નજીક હતી, તેણે જૂનમાં ફાધર્સ ડે પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો.

ટીવીની સાથે ફિલ્મમાં પણ કરી ચૂકી છે કામ
વીડિયોની સાથે ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ લખ્યું, “મારા પહેલા હીરો, મારા ડેડીને ફાધર્સ ડેની શુભેચ્છા.” અંકિતાને ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાથી ઓળખ મળી હતી. આ પછી, અભિનેત્રી 2019માં કંગના રનૌત સાથે ફિલ્મ મણિકર્ણિકામાં પણ જોવા મળી હતી. આ ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Shah Jina