ગોલ્ડન જોડામાં દુલ્હન બની અંકિતા લોખંડે, એકબીજાના થયા વિકી જૈન અને અંકિતા- જુઓ લગ્નની ખાસ અને શાનદાર તસવીરો

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન થઈ ગયા છે અને હવે બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ગોલ્ડન જોડામાં દુલ્હન બનેલી અંકિતાના લુકે બધાના દિલ જીતી લીધા. વિકી જૈન અને અંકિતાના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ચાહકોને તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. વિકી જૈને અંકિતાની માંગમાં સિંદૂર ભર્યું આ દરમિયાન લગ્નની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. અંકિતા અને વિકીના લગ્નની વિધિ દરમિયાન બંને ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.

ક્યારેક અંકિતાએ જયમાલાના સમયે સ્ટેજ પર ડાન્સ કરવાનું શરૂ કર્યું તો ક્યારેક વિકી જૈન ફેરા લેતી વખતે ભાંગડા કરતા જોવા મળ્યા. માંગમાં લાલ સિંદૂરથી સજેલી અંકિતા લોખંડેની સુંદરતાએ સૌના દિલ જીતી લીધા. અંકિતાએ તેના લગ્નમાં પરંપરાગત લાલ રંગથી અલગ ગોલ્ડન કલરનો જોડો પહેર્યો હતો. આ સાથે તેણે કુંદનથી જડાયેલો નેકલેસ અને કપાળ પર માંગની પટ્ટી પહેરી હતી. નાકની નથણી સાથે તેણે તેનો લુક દેખાવ પૂર્ણ કર્યો હતો.

અંકિતાના લગ્નમાં તેની નજીકની મિત્ર સૃષ્ટિ રોડે પણ પહોંચી હતી. લગ્ન દરમિયાન તે મિત્રો સાથે મસ્તી કરતી પણ જોવા મળી હતી. સૃષ્ટિએ અંકિતા અને વિકી સાથે તસવીરો પણ ક્લિક કરાવી અને તેમને લગ્નની શુભકામનાઓ પાઠવી. અંકિતા લોખંડે અને વિકી જૈન હવે પતિ-પત્ની બની ગયા છે.

14 ડિસેમ્બરે બંનેએ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા હતા. હવે અંકિતા લોખંડેએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ખાસ પળની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંકિતા અને વિકી બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. તેમની તસવીરોમાં માત્ર પ્રેમ જ નહિ પરંતુ ખુશી પણ દેખાઇ રહી છે.

અંકિતા લોખંડેના બ્રાઈડલ લૂકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમના જીવનના આ ખાસ અવસર પર બંનેએ સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા.

અંકિતા લોખંડેએ ગોલ્ડન કલરનો આઉટફિટ પહેર્યો અને તેમાં તે પરી જેવી સુંદર લાગી રહી હતી. આ લહેંગા સાથે અંકિતાએ જડાઉ જ્વેલરી પહેરીને તેની સુંદરતામાં વધારો કર્યો હતો. અંકિતા અને વિકીના લગ્નની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે.

હલ્દીથી લઈને મહેંદી સુધી અંકિતા અને વિકી બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી. તેમના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અંકિતા અને વિકી લાંબા સમયથી એકબીજાના સંબંધમાં હતા અને હવે તેઓ કાયમ માટે એક થઈ ગયા છે.

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. આખરે, મંગળવારે બંને મુંબઈની હોટેલ ગ્રાન્ડ હયાતમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. અંકિતા અને વિકી લગભગ 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સ્ટેજ પર ટ્રેડિશનલ જ્વેલરી સાથે ગોલ્ડન લહેંગામાં અંકિતા લોખંડે રાજકુમારીથી ઓછી દેખાતી નહોતી.

લગ્નમાં વિકી જૈને સફેદ શેરવાની પહેરી હતી. સ્ટેજ પર માળા પહેરાવવાની હોય કે મંડપમાં સાત ફેરા લેવાની વિધિ હોય, બંનેને ખાસ પળોને જોરદાર રીતે માણ્યા. અગાઉ અંકિતા લોખંડેએ સગાઈ, મહેંદી, હલ્દી અને સંગીત સેરેમનીમાં વિકી સાથે ખૂબ જ મસ્તી કરી હતી. લગ્નની તસવીરો સામે આવ્યા બાદ તેમના ફેન્સ કપલને અભિનંદન આપી રહ્યા છે. અંકિતાના લગ્નમાં તેની મિત્ર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ પહોંચી હતી.

કંગનાએ લવંડર કલરનો સુંદર લહેંગો પહેર્યો હતો. કંગના આ લુકમાં રાણી જેવી દેખાતી હતી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતા તેણે લખ્યું- પ્રેમ કરો, લડાઈ નહીં, કારણ કે મારા મિત્રના લગ્ન છે. કંગનાએ શેર કરેલી તસવીરો અને વીડિયોમાં વિકી જૈન અને અંકિતા સ્ટેજ પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અંકિતા અને કંગનાએ ફિલ્મ મણિકર્ણિકામાં કામ કર્યું હતું અને ત્યારથી બંને વચ્ચે મિત્રતા છે.

લગ્ન પહેલા જ સોશિયલ મીડિયા પર કપલના ફોટો અને વીડિયોએ ધૂમ મચાવી હતી. દુલ્હનના વેશમાં અંકિતા જ્યારે જયમાલા માટે સ્ટેજ પર પહોંચી ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ હતી. આ પછી વિકીએ તેને ગળે લગાવી હતી. અંકિતા અને વિકીના ફેન્સ આ લગ્ન માટે ખાસ હેશટેગ લઈને આવ્યા છે. આ કપલનું નામ અન્વી રાખવામાં આવ્યું છે અને તેથી આ લગ્નને સોશિયલ મીડિયા પર #AnvikiShaadi તરીકે ટ્રેન્ડ કરવામાં આવી રહી છે.

અંકિતા અને વિકીના લગ્ન સ્થળ પર આ હેશટેગ સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અંકિતાના પતિ વિકી જૈન વિશે વાત કરીએ તો, વિકી જૈન બિલાસપુર, છત્તીસગઢનો એક સફળ બિઝનેસ મેન છે. રિપોર્ટ્સ અનુસાર, અંકિતા અને વિકી બંને કોમન ફ્રેન્ડ્સ દ્વારા એક પાર્ટીમાં મળ્યા હતા અને 2018માં બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જો કે શરૂઆતમાં તેઓએ તેમના સંબંધોને નજરથી દૂર રાખ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષમાં, તેઓ ઘણીવાર એકબીજા સાથે ફોટા શેર કરતા રહેતા હોય છે અને મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપતા જોવા મળ્યા છે.

Shah Jina