વિદેશમાં લાખો રૂપિયાની વૈભવી નોકરી છોડીને આ ભારતીય દીકરીએ ભારતમાં આવીને શરૂ કર્યું એવું કામ કે જાણીને તમને પણ ગર્વ થશે

આજના સમયમાં મોટાભાગના લોકો વધુ સારી કમાણી મેળવવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ઘણા લોકો વિદેશમાં જઈને સારી કમાણી પણ કરે છે, પરંતુ આપણા દેશ જેવી શાંતિ તેમને નથી મળતી, સોશિયલ મીડિયા અને આપણી આસપાસ પણ ઘણા એવા કિસ્સાઓ આપણે જોયા હશે કે વિદેશની અંદર ઘણા લોકો લાખો રૂપિયાની નોકરી છોડી અને ભારતમાં પાછા આવી કોઈ નાનો મોટો રોજગાર શરૂ કરતા હોય છે.

આવી જ કહાની છે એક ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી પાસ આઉટ, અમેરિકા અને જર્મનીમાં પાંચ વર્ષ સુધી નોકરી કરી ચૂકેલ અંકિતા કુમાવતની. જેને લાખો રૂપિયાનું પેકેજ છોડી અને અજમેરમાં કૃષિ અને પશુપાલનનું કામ શરૂ કર્યું.  આ હેરાન કરનારું જરૂર લાગશે, પરંતુ જો તમારી અંદર સાચી ઈચ્છા અને વિશ્વાસ હોય તો કઈ જ અશક્ય નથી !

અંકિતાના પિતા પણ પશુપાલન સાથે સંકળાયેલા હતા. તેમને અંકિતાને પણ કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં કંઈક નવું કરવાની સલાહ આપી. બસ ત્યાંથી જ તેને એક નવી દિશા મળી અને આજે અંકિતા નાકા મદારમાં જૈવિક ખેતી કરીને લોકો સુધી કેમીકલ ફ્રી શાક-ભાજી જ નહીં પરંતુ દેશી ગાયનું પાલન કરીને શુદ્ધ ઘી, માખણ, દેશી-ઘી, માવા સહીત અન્ય મિલ્ક પ્રોડક્ટ પહોંચાવી રહી છે.

અંકિતાના આ સ્ટાર્ટઅપ દ્વારા તેને મહિનામાં 1થી દોઢ લાખ રૂપિયા સુધીની શરૂઆતી કમાણી થઇ રહી છે. અંકિતાએ શરૂઆતથી જ નક્કી કરી રાખ્યું હતું કે તે પોતાનો વ્યવસાય કરીને રોજગારી આપનારી બનશે. એજ કારણ છે કે અંકિતાની ટીમમાં સીએસ, એમબીએ, બીએસસી-એમએસસી સહીત અન્ય ઉચ્ચશિક્ષિત યુવાનો કામ કરી રહ્યા છે. અંકિતાની માતા શશી કુમાવત અને પિતા ફુલચંદ કુમવાત પણ આ કામમાં તેનો સાથ આપી રહ્યા છે.

અંકિતા આ કામ માતૃત્વ ડેરી દ્વારા કરી રહી છે. 5 વર્ષ પહેલા અંકિતાએ પોતાની નોકરી છોડીને “માતૃત્વ ડેરી”નામથી ડેરી ફાર્મિંગ શરૂ કર્યું હતું. પિતાની પ્રેરણા અને સહયોગ બાદ તેને આ કામની શરૂઆત કરી હતી. આજે અંકિતાની કંપનીને 7 વર્ષ જેટલો સમય થઇ ગયો છે અને આ 7 વર્ષમાં તેની કંપનીનું ટર્ન ઓવર 90 લાખ સુધી પહોંચ્યું છે.

જયારે અંકિતા ત્રણ વર્ષની હતી ત્યારે તેને કમળો થઇ ગયો હતો. ડોકટરે અંકિતાને શુદ્ધ ફળ અને શુદ્ધ દૂધ લેવાની વાત કહી હતી. પરંતુ અંકિતાના પિતાને શુદ્ધ દૂધ નહોતું મળી રહ્યું. જેના બાદ તેમને પોતાની ગાય પાળી લીધી અને અંકિતા જલ્દી જ સાજી થઇ ગઈ. જેના બાદ તેના દિમાગની અંદર દૂધની સાથે અન્ય પ્રોડક્ટનો વિચાર આવ્યો પરંતુ નોકરીના કારણે તે આ કામ શરૂ નહોતી કરી શકતી. કારણ કે તેની પાસે આવકનું કોઈ બીજું સાધન નહોતું.

અંકિતાનું કહેવું છે કે પાંચ વર્ષ સુધી જર્મની અને અમેરિકામાં સારી સારી કંપનીઓમાં નોકરી કર્યા બાદ નક્કી કર્યું કે ગામ આવીને પપ્પાની મદદ કરવી જોઈએ. વર્ષ 2014માં અંકિતા આજેમર આવી ગઈ અને પિતા સાથે ડેરી ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગનું કામ શરૂ કર્યું.

Niraj Patel