ફિલ્મી દુનિયા

મુંબઈમાં ઇન્વેસ્ટિગેશન કરવા આવેલી બિહાર પોલીસને 3 KM ચાલવું પડ્યું તો અંકિતાએ જગુઆર આપી જુઓ તસ્વીરો

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં એક પછી એક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સુશાંતના પિતા કે કે સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તીના વિરુદ્ધ પટના થાણેમાં એફઆઇઆર દર્જ કરાવી છે.

Image Source

આ વચ્ચે બિહાર સરકારના એડવોકેટ જનરલ લલિત કિશોરે પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે જ્યારે એક રાજ્યથી બીજા રાજ્યમાં પોલીસ જાંચ કરવા માટે જાય છે ત્યારે રાજ્ય સરકાર સહિયોગ કરે છે, પણ દુર્ભાગ્યવશ મુંબઈ પોલીસ આવું નથી કરી રહી.

Image Source

બિહાર સરકારના આરોપોમાં ત્યારે દમ જોવા મળ્યો જયારે એ વાત સામે આવી કે મુંબઈ પોલીસે બિહાર પોલીસને ગાડીની સુવિધા પણ ન આપી અને તેઓને અભિનેત્રી અંકિતા લોખંડેની પૂછતાછ કરવા માટે ગુરુવારના રોજ 3 કિલોમીટર પગપાળા ચાલીને જવું પડ્યું હતું.

Image Source

પોલીસના અસહિયોગને લીધે મુંબઈમાં પટના પોલીસની ટીમને ખુબ સમસ્યા વેઠવી પડી રહી છે. કોરોનાને લીધે મુંબઈના રસ્તા પર ઑટો અને ટેક્સીની પણ ખામી છે. ગુરુવારના રોજ પટના પોલીસની ટિમને મલાડ સ્થિત સુશાંત સિંહની પૂર્વ પ્રેમિકા અંકિતાની પૂછતાછ કરવા માટે જવાનું હતું,ટિમ જે જગ્યા પર હતી ત્યાંથી મલાડનું અંતર ઘણુ વધારે હતું, જેના પછી ત્રણ કિલોમીટર પગપાળા ચાલ્યા પછી પોલીસકર્મીઓને ઓટો રીક્ષા મળી અને તેઓ અંકિતાના ઘરે પહોંચ્યા.

Image Source

લગભગ એક કલાકની પૂછતાછ પછી ટિમ તેના ઘરેથી નીકળી. એવામાં કોઈ વાહનની સુવિધા ન હોવાને લીધે અંકિતાએ પોતાની જગુઆર ગાડી તેઓને આપી હતી અને પોલીસકર્મીઓને પોતાના સ્થાને પહોંચાડ્યા હતા.

Image Source

પૂછતાછમાં ઘણા ખુલાસાઓ થયા હતા. અંકિતાએ કહ્યું કે સુશાંત આગળના ચાર મહિનાથી પરેશન હતા, રિયાની મરજી વગર તે કંઈપણ કરી શકતા ન હતા. પણ તે ડિપ્રેશનમાં રહેનારો વ્યક્તિ ન હતો. રિયાનું પ્રેશર અને બેલ્કમેલને લીધે તે ખુબ પરેશાન થઇ ગયો હતો. રિયા સુશાંતને પોતાના પરિવાર સાથે પણ વાત કરવા દેતી ન હતી.

Image Source

અંકિતાએ કહ્યું કે અમુક મહિના પહેલા જ અંકિતાની સુશાંત સાથે એક પાર્ટીમાં મુલાકાત થઇ હતી.વાતચીત શરૂ પણ થઇ હતી, અમુક વાતો સુશાંતે જણાવી પણ હતી એટલામાં જ ત્યાં રિયા આવી ગઈ અને સુશાંતને પોતાની સાથે લઇ ગઈ.

Image Source

અંકિતાએ આગળ પણ પોલીસને કેસમાં વધુ જાંચ માટે પોતાની મદદ માટેની વાત કહી છે આ સિવાય પોતાનો પર્સનલ નંબર પણ આપ્યો છે જેથી ગમે ત્યારે જરૂર પડે ત્યારે અંકિતા પોલીસની મદદ કરી શકે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.